હેડકી - આ 6 ઉપાયોથી મિનિટોમાં જ ઠીક થઈ જશે તમારી હેડકી
હિચકી જ્યારે આવે છે ત્યારે થોડીવાર સુધી રોકાવવાનુ નામ લેતી નથી. હિચકી આવવાના અનેક કારણો હોઈ શકે છે. જેવુ કે ગરમ ખાધા પછી એકદમ ઠંડુ ખાવુ કે વધુ મરચાવાળુ ખાવાઅથી પણ આ પરેશાની થઈ શકે છે. આજે અમે તમને તરત હિચકી રોકવાના કેટલાક ઘરેલુ ઉપાય વિશે બતાવી રહ્યા છે. જેનાથી આ સમસ્યા ઠીક થઈ જશે.
1. ઠંડુ પાણી - હેડકી આવતા 1 ગ્લાસ ઠંડુ પાણી પીવાથી ઠીક થઈ જાય છે. કેટલાક લોકોનુ માનવુ છે કે પાણી પીતી વખતે નાક બંધ કરી લેવુ જોઈએ.
2. હેડકી આવતા તરત 1 ચમચી મધ ખાવાથી આરામ મળે છે. આ અચૂક ઉપાય છે.
3. પીનટ બટર - પીનટ બટર ખાવાથી પણ રાહત મળે છે. તેને ખાવાથી શ્વાસ લેવાની ક્રિયા પ્રભાવિત થાય છે જે હેડકીને રોકવામાં મદદરૂપ છે.
4. ઘૂંટણને છાતી સુધી લગાવો - હેડકી ન રોકાતા પગનો ભાર બેસીને ઘૂંટણને છાતી સુધી લગાવો. તેનાથી માંસપેશીઓની સંકોચાવવુ દૂર થાય છે.
5. લીંબૂ - આલ્કોહોલને કારણે હેડકી આવી રહી છે તો એ માટે લીંબૂ અસરદાર ઉપાય છે. લીંબૂને ચોથા ભાગમાં કાપીને મોઢામાં નાખી દો. તેને ધીરે ધીર ચાવતા રહો. હેડકી ઠીક થઈ જશે.
6. આઈસ બેગ - હેડકીને રોકવા માટે ગરદન પર આઈસ બેગ મુકો તેનાથી રાહત મળશે.
7. હેળકી આવતા તુલસી અને ખાંડ ખાઈને પાણી પીવી લેવું.
Visit our Website :http://gujarati.webdunia.com/
Like us on Facebook : https://www.facebook.com/
Follow us on Twitter - https://twitter.com/ Follow us on instagram:https://www.instagram.com/webdunia.gujarati/