સ્કિન સમસ્યા માટે રામબાણ છે ફટકડી, જાણો આના 7 ફાયદા
વર્ષોથી આપણા સૌના ઘરમાં ફટકડીનો ઉપયોગ થતો આવ્યો છે. રસાયણ વિજ્ઞાનમા તેને પોટેશિયમ એલ્યુમિનિયમ સલ્ફેટના નામથી ઓળખવામાં આવે છે. આયુર્વેદમાં પણ ફટકડીના અનેક ઔષધીય ગુણો બતાવ્યા છે. એવુ માનવામાં આવે છે કે સ્કિન સાથે જોડાયેલ સમસ્યઓ સહિત 20 હેલ્થ પ્રોબ્લેમને ફટકડી દૂર કરે છે. જાણો તેના 7 ફાયદા
1. ખીલના દાગ-ધબ્બા - ફટકડીના પ્રયોગથી દરેક પ્રકારની ખીલ કે ફોલ્લીઓના દાગ અને કાળા ધબ્બા ઠીક થાય છે ફટકડીના પાણીને મોઢાના ડાધ પર 20 મિનિટ સુધી લગાવી રાખો અને પછી સ્વચ્છ પાણીથી ધોઈ લો. તેનાથી ડાઘ ઠીક થાય છે.
2. વાગી ગયુ હોય તો - વાગ્યાના નિશાન હોય કે ક્યાક કટ લાગવાથી બ્લીડિંગ થઈ રહ્યુ હોય તો ઘા પર ફિટકરી ઘસીને લગાવવાથી થોડાક જ મિનિટમાં લોહી વહેવુ બંધ થઈ જાય છે. જો કે તેનો ઉપયોગ નાના કટ કે ઘા માટે જ ઉપયોગી છે. ફટકડીની વધુ માત્રા શરીરમા જવી હાનિકારક છે. તેથી તેને બાળકોથી દૂર રાખો. .
3. દુર્ગંધ મટાડવા માટે - ફટકડીનો પ્રયોગ નેચરલ ડિયોડેરેંટના રૂપમાં પણ કરવામાં આવે છે. પરસેવાને કારણે બગલમાથી આવનારી સ્મેલને ફટકડીના પ્રયોગથી ખતમ કરી શકાય છે. પણ તેનો ઉપયોગ રોજ ન કરવો જોઈએ.
4. મોઢાના ચાંદા ઠીક કરવા - ફટકડીનો પ્રયોગ મોઢાના ચાંદા દૂર કરવામાં માટે પણ કરી શકાય છે. ફટકડીનુ પાણી મોઢાના ઘા કે ચાંદા પર 30 સેકંડ લગાવી રાખો અને પછી સ્વચ્છ પાણીથી કુલ્લા કરો કે મોઢુ ધુવો. આવુ દિવસમાં બે-ત્રણ વાર કરવાથી મોઢાના ચાંદા ઠીક થાય છે.
5. પાણી સ્વચ્છ કરવા માટે - ફટકડી પાણીની અશુદ્ધિઓ દૂર કરવામાં ખૂબ ઉપયોગી છે. 6 મિલીગ્રામથી એક લીટર પાણી સ્વચ્છ કરી શકાય છે. ધ્યાન રાખો કે પાણીમાં ફટકડીની વધુ માત્રા મિક્સ થવાથી તેના નકારાત્મક પ્રભાવ પણ થઈ શકે છે.
6. ચેહરાની સ્કિન ટાઈટ કરવા માટે - ચેહરની સ્કિન ટાઈટ કરવા માટે પણ ફટકડીનો પ્રયોગ પ્રભાવકારી છે. આ માટે ગુલાબજળ મતલબ રોઝ વોટર સાથે ફટકડી તમારા ચેહરા પર લગાવશો તો ત્વચા ટાઈટ થાય છે. ધ્યાન રાખો કે ફટકડીનુ પાણી આંખોમાં ન જાય.
7. ત્વચાની સુંદરતા માટે - ચેહરાને ફટકડીની મદદથી ઘોવાથી કે સ્કિન પર ફટકડીનો લેપ લગાવીને ધોવાથી સ્કિન સ્વચ્છ થાય છે. તેના નિયમિત પ્રયોગથી સ્કિનના બધા દાગ ધબ્બા મટી જાય છે અને ત્વચામાં નિખાર આવે છે.