ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. હોળી
Written By
Last Modified: ગુરુવાર, 17 માર્ચ 2022 (12:07 IST)

Holi Safety Tips - હોળી રમતા પહેલા આ વાતોનું રાખો ધ્યાન

રંગો અને ખુશીઓનો તહેવાર હોળીના રંગમાં મજા લેવા માટે ઘરેથી નિકળતા પહેલા તમારી ત્વચા અને વાળની સુરક્ષાના સંબંધમાં કેટલીક વાતોના ધ્યાન જરૂર રાખવું જોઈએ. જેનાથી તમને કોઈ પ્રકારની સમસ્યાનો સામનો નહી કરવો પડે ત્વચા વિશેષજ્ઞ હોળી રમવા નીકળતા પહેલા ત્વચાની કાળજી લેવા બાબતે કેટલીક વાતોનું ધ્યાન રાખવાનુ કહે છે કેટલાક લોકો હોળી રમતા પહેલા વાળ આ વિચારીને નહી ધોતા કે રંગ રમ્યા પછી વાળ ગંદા થવા જ છે. પણ પહેલાથી ગંદા વાળ રંગ લગાવવાથી તમારા વાળને નુકશાન પહોંચી શકે છે. અને વાળ રૂખા થઈ શકે છે, તેથી વાળ ધોઈને સૂકાવ્યા પછી વાળને સારી રીતે તેલ લગાવીને હોળી રમવા નિકળો. 
 
* હોળી રમવા નીકળતા પહેલા સનસ્ક્રીન ક્રીમ લગાવવુ ભૂલશો નહી.  કારણ કે તીવ્ર તાપમાં તમારી ત્વચા બળી શકે છે. અને રંગ કાળો પડી શકે છે.
 
* બજારમાં ઉપલબ્ધ સિથેંટિક રંગોમાં હાનિકારક કેમિકલ અને કાચ પણ હોઈ શકે છે. જેનાથી તમારી ત્વચા અને આંખને નુકશાન પહોંચી શકે છે. તેથી ત્વચા અને વાળ પર 
 
સારી રીતે તેલ લગાવો અને બની શકે તો પ્રાકૃતિક રંગો કે ઘર પર બનેલા ટેસૂના ફૂલ વાળા રંગથી હોળી રમવી. કાનના પાછળ, આંગળીઓના વચ્ચે પણ સારી રીતે તેલ 
 
લગાવવુ. નખ પર નેલ પોલીશ લગાવવી ભૂલશો નહી.  વાળમાં નારિયેળ તેલ નાખીને સારી રીતે મસાજ કરો તેનાથી તમારા વાળ શુષ્ક નહી થાય. 
 
* શરીરના મોટાભાગના ભાગને રંગથી બચાવવા માટે ફૂલ સ્લીવના કપડા પહેરવા, સૂતરના કપડા પહેરવા. કારણકે પલળ્યા પછી સિંથેટિક કપડા શરીર સાથે ચોંટી જાય છે અને તમે શરમ અનુભવી શકો છો. 
 
* ફળ અને શાકભાજીના છાલટાને સૂકાવીને તેમાં ટેલકમ પાવડર અને સંતરાના છાલટાના પાવડર મિક્સ કરી હોળી રમવી એક સારો વિકલ્પ છે. તેમાં હળદર પાવડર, જિંજર રૂટ પાવડર અને તજ પાવડર પણ મિક્સ કરી શકાય છે. જે તમારી ત્વચાને હાનિકારક સિદ્ધ નહી થાય. પણ આ પાવડરને જોર-જોરથી ત્વચા પર ન ઘસવું. કારણકે તેનાથી ચેહરા પર લલાશ, ખરોંચ કે દાણા પડી શકે છે. અને ત્વચામાં બળતરા થઈ શકે છે. 
 
* હોળી રમ્યા પછી સૌમ્ય ફેશવોશ કે સાબુનો જ ઉપયોગ કરો. કારણકે હાર્શ સાબુથી ત્વચા રૂખી થઈ શકે છે.  નાહ્યા પછી માશ્ચરાઈજર અને બૉડી લોશન જરૂર લગાવો. 
 
* વાળને સૌમ્ય હર્બલ શૈમ્પૂથી સારી રીતે ધોવું જેથી અભદ્ર યુક્ત અને કેમિકલ્સવાળો રંગ વાળમાંથી સારી રીતે નીકળી જાય. શૈમ્પૂ પછી વાળને શુષ્કપણુ દૂર કરવા માટે એક  ટબ પાણીમાં એક લીંબૂનો રસ મિક્સ કરી મિક્સ કરો  કે પછી બીયરથી પણ ધોઈ શકાય છે. તેનાથી વાળ નરમ રહેશે.