સંબંધિત સમાચાર
- Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી( જુઓ વીડિયો )
- Hanuman- હનુમાનજી ના 108 નામ
- ભગવાન હનુમાનના 10 ખાસ મંદિર, જ્યા છે ભક્તોની સૌથી વધુ આસ્થા
- Hanuman Chalisa : હનુમાન ચાલીસા જીવનના દરેક અવરોધો દૂર કરશે
- Hanuman Jayanti 2022: હનુમાન જયંતિના દિવસે ભૂલીને પણ ન કરો આ કામ, નહીં તો પવનપુત્ર થઈ જશે નારાજ
Hanuman Mantra- આ હનુમાન મંત્રથી તમારા જીવનમાં થશે ચમત્કાર
જો આપ નોકરી મેળવવા માંગતા હોય કે તમારા જીવનનું કોઈ સંકટ દૂર કરવા માંગતા હોય તો હનુમાનજીને દર શનિવારે તેલ અને સિંદૂર ચઢાવો. ચઢાવેલ થોડુ સિંદૂર પોતાના માથા ઉપર લગાવવાની સાથે જ ઘરના દેવઘર કે મંદિરના દ્વારની આસપાસ શ્રીરામ લખો કે સ્વસ્તિક બનાવો. આ સંકટમોચક કરનારો ઉપાય માનવામાં આવે છે.
હિન્દુ ધર્મ માન્યતાઓમાં હનુમાનજીને રુદ્ર અવતાર, રામદૂર હોવાની સાથે જ અજર-અમર દેવતા પણ માનવામાં આવે છે. એટલા માટે જ એવું માનવામાં આવે છે કે કળયુગમાં પણ તેઓ ભક્તોની આસપાસ જ મોજુદ હોય છે અને કોઈપણ રૂપમાં કરવામાં આવેલ ભક્તિનું શુભ ફળ ઝડપથી આપે છે.
હનુમાનજી પણ રૂદ્ર એટલે શિવનો અવતાર માનવામાં આવે છે, મંગળ પણ શિવનો જ અંશ છે,આ જ કારણ છે કે હનુમાનજીની ભકિત મંગળ પીડાને પણ શાંત કરવામાં પ્રભાવશાળી માનવામાં આવી છે. આ માટે જ હનુમાનજી ભકિતથી મંગળદોષ માટે કોઇ વિશેષ હનુમાનમંત્ર, હનુમાનજીની પૂજા કરીને બોલવો. આ ઉપરાંત હનુમાન ચાલીસાનાં પાઠ સાચી શ્રદ્ધા અને ભકિતથી કરવામાં આવે તો ચોક્કસ સકારાત્મક અને શુભ ફળ આપને પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત વધુમાં નીચે જણાવેલ હનુમાન મંત્રનાં પાઠ કરવાથી તમામ મુશ્કેલીઓમાંથી મુકિત મળે છે અને આપના તમામ કાર્ય સિદ્ધ અને સફળ થાય છે.
હનુમાનજીને પ્રસન્ન કરવા માટેનો મંત્ર
||મનોજવં મારુત તુલ્ય વેગં, જીતેન્દ્રિયં બુદ્ધિમતા વરિષ્ઠં
વાતાત્મજં વાનરયૂથ મુખ્યં શ્રીરામદૂતં શરણં પ્રપધ્યે||
