Hanuman Jayanti 2024 Upay: હનુમાન જયંતી પર કરો આ 5 ચમત્કારી ઉપાય, બજરંગબલી થશે પ્રસન્ન, નોટોથી ભરી દેશે તમારુ પર્સ
Hanuman Jayanti 2024 Upay: હનુમાન જયંતિ 23 એપ્રિલ 2024 ના રોજ છે. આ દિવસે બજરંગબલીને પ્રસન્ન કરવા માટે કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે છે, કહેવાય છે કે આનાથી જાતકના જીવનનો ભાગ્યોદય થાય છે અને તેને રેક કાર્યમાં સફળતા મળે છે.
- જો તમે પૈસાની સમસ્યામાંથી પસાર થઈ રહ્યા હોય તો હનુમાન જન્મોત્સવના દિવસે વટ વૃક્ષના 11 પાંદડા પર લાલ ચંદનથી શ્રી રામ લગવાથી પૈસાની તંગી દૂર થાય છે.
- પરિવારમાં બીમારીઓને કારણે સ્વાસ્થ પર ખરાબ અસર પડી રહી છે તો હનુમાન જયંતીના દિવસે બજરંગબલીના ખભા પરથી સિંદૂર લઈને તેનુ તિલક રોગીના મસ્તક પર લગાવી દો. કહેવાય છે કે તેનાથી દરેક પ્રકારની બલા ટળી જાય છે. નજર દોષ માટે આ ઉપાય ખૂબ જ કારગર છે.
- મહેનત કરવા છતા પણ ધંધામાં અને નોકરીમાં પ્રગતિ નથી થઈ રહી તો હનુમાન જન્મોત્સવના દિવસે સંકટ મોચનની સામે તેલનો દીવો પ્રગટાવો અને 'ઓમ નમો હનુમતે રુદ્રાવતારાય સર્વશત્રુસંહારાય સર્વરોગ હરાય સર્વવશીકરણાય રામદૂતાય સ્વાહા' મંત્રનો રૂદ્રાક્ષની માળાથી 108 વાર જાપ કરો. તેનાથી વેપાર અને નોકરીમાં પ્રગતિ થાય છે.
- હનુમાન જયંતિના દિવસે ઘરમાં સુંદરકાંડનો પાઠ કરો અને ગરીબોમાં બુંદીના લાડુનો પ્રસાદ વહેંચો. એવું માનવામાં આવે છે કે તેનાથી સંતાન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.
- જો શત્રુ અવરોધોથી પરેશાન છો અને તમારા કાર્યમા વિરોધીઓ વિધ્નો ઉભા કરી રહ્યા છે તો હનુમાન જયંતિના દિવસે બજરંગબલીને સિંદુરી રંગની લંગોટ અને પાનનુ બીડુ અર્પણ કરો. ત્યારબાદ કાચા નારિયેળના તેલના દીવામાં લવિંગ નાખીને હનુમાનજીની આરતી કરો. એવુ કહેવાય છે કે આવુ કરવાથી દરેક પ્રકારના સંકટ દૂર થઈ જાય છે.