ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગુરૂપૂર્ણિમા
Written By
Last Updated : સોમવાર, 15 જુલાઈ 2019 (11:42 IST)

Guru purnima- રાશિ મુજબ ગુરૂને આ ભેટ આપો(see video)

અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરૂપૂર્ણિમા અને વ્યાસ પૂર્ણિમાના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે ગુરૂની પૂજા કરી તેમનુ સન્માન કરવામાં આવે છે. બધાને કોઈને કોઈ ગુરૂ અવશ્ય  થાય છે. કારણ કે ગુરૂ વગર જ્ઞાન અશક્ય છે. આ વખતે ગુરૂ પૂર્ણિમાનો તહેવાર 9 જુલાઈના રોજ રવિવાર આવે છે. ધર્મ ગ્રંથોના મુજબ જો કોઈ માણસને ગુરૂ બનાવવામાં જો સંકોચ થાય તો ભગવાન વિષ્ણુ, શંકર, હનુમાન વગેરેને પણ ગુરૂ બનાવી શકે છે. 

રાશિ મુજબ ગુરૂને આ ભેટ આપો
 
ગુરૂ સામે આવુ ન કરો - શિષ્યએ ગુરૂની સામે આસન અને સૂવાનો પ્રયોગ પોતે ન કરવો જોઈએ. ગુરૂ સામે ટેકીને ન બેસો. તેમની સામે પગ ફેલાવીને ન બેસો. તેમની સામે અશ્લીલ શબ્દનો પ્રયોગ ન કરો. આ વાતોનું ધ્યાન રાખો. 
 
ધર્મ શાસ્ત્રોમાં એ લખ્યુ છે કે ગુરૂની પાસે ક્યારેય ખાલી હાથ ન જવુ જોઈએ.  ફળ, વસ્ત્ર, અન્ન અથવા કોઈને કોઈ ભેટ લઈને જ ગુરૂની પાસે જવુ જોઈએ.  અહી અમે તમને બતાવી દઈકે કે રાશિ મુજબ તમે તમારા ગુરૂને શુ ભેટ આપશો. ગુરૂને રાશિ મુજબ ભેટ આપવાથી ગુરૂનો આશીર્વાદ તો મળશે જ સાથે સુખ-સમૃદ્ધિ પણ પ્રાપ્ત થશે. 
 
- જો તમારી રાશિ મેષ, કર્ક તુલા કે મકર છે તો તમે તમારા ગુરૂને સફેદ વસ્ત્ર, ચોખા, સફેદ મીઠાઈની ભેટ આપો. 
 
- વૃષભ, સિંહ, વૃશ્ચિક કે કુંભ રાશિના લોકો પોતાના ગુરૂને લાલ વસ્ત્ર, ઘઉં અને લાલ ફળ ભેટમાં આપો. 
 
- મિથુન, કન્યા, ધનુ, મીન રાશિવાળા જો પોતાના ગુરૂને પીળા વસ્ત્ર, ચણાની દાળ કે પીળા ફળ ભેટમાં આપે તો શ્રેષ્ઠ રહેશે.
webdunia gujarati ના બધા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે  subscribeનો લાલ બટન દબાવો અને