Guru Purnima 2021: આજે ગુરૂ પૂર્ણિમા, સવારે 09 વાગ્યાથી રાહુકાળ, આ 5 મુહૂર્તમાં ભૂલથી પણ ન કરશો પૂજા-પાઠ
અષાઢ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાને ગુરૂ પૂર્ણિમાના રૂપમાં ઉજવાય છે. આ ખાસ અવસર પર શિષ્ય પોતાના ગુરૂઓની પૂજા અર્ચના કરે છે. ગુરૂ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. અષાધ મહિનાની પૂર્ણિમાના દિવસે જ મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મ થયો હતો. હિન્દુ ધર્મમાં કુલ પુરાણોની સંખ્યા 18 છે. આ બધાના રચેતા મહર્ષિ વેદવ્યાસ છે. આ વર્ષે ગુરૂ પૂર્ણિમા 24 જુલાઈ, એટલે કે આજના દિવસે શનિવારે ઉજવાય રહી છે.
24 જુલાઈના રોજ કેટલા વાગ્યા સુધી રહેશે ગુરૂ પૂર્ણિમા
હિન્દુ પંચાગ મુજબ અષાઢ મહિનાની પૂર્ણિમા 23મી જુલાઈના રોજ સવારે 10:43 વાગ્યે શરૂ થઈ હતી, જે 24 જુલાઈના રોજ સવારે 08:06 સુધી રહેશે. ગુરુ ઉદયતિથિમાં ઉજવાતી હોવાને કારણે ગુરૂ પૂર્ણીમા 24 મી જુલાઈએ છે
ગુરૂ પૂર્ણિમાને આ મુહુર્તમાં ન કરશો પૂજા
રાહુકાલ- સવારે 9.00 થી 10:30.
યમગંડ - બપોરે 01:30 થી 03 વાગ્યા સુધી
ગુલિક કાલ- સવારે 06 થી 07:30 સુધી ગુલિક કાલ
દુર્મૂહુર્ત કાલ - સવારે 05.38 થી 06.33 સુધી ત્યારબાદ 06:33 મિનિટથી 07: 27 મિનિટ સુધી.
વર્જય કાલ- સાંજે 04: 27 થી સાંજે 05:57.
ગુરૂ પૂર્ણિમા પર કરો ભગવાન વિષ્ણુની આરાધના
આ દિવસે ગુરુની પૂજા કરવામાં આવે છે. અષાઢ પૂર્ણિમાનુ વ્રત રાખવા સાથે, ભક્તો ભગવાન વિષ્ણુની આરાધના કરે છે અને સત્યનારાયણ કથાનો પાઠ કરે છે અથવા કથા સાંભળે છે. પૂર્ણિમાના દિવસે દાન, તપ અને જાપનું વિશેષ મહત્વ છે