Poha Cutle - ગુજરાતી રેસીપી -પૌઆ કટલેટ
જો સવારે સવારે કઈક હળવું ખાવાનું મૂડ હોય છે તો અમે પૌઆને લઈએ છે . કારણકે એ હળવા પણ હોય છે તો આજે અમે તમને જણાવી રહ્યા છે પૌઆ કટલેટ એ ખૂબ સરળ પણ છે.
સામગ્રી-
પૌઆ- 2 કપ
બટાટા- 1/2 કપ બાફેલા
વટાણા- 1/2 કપ
કાળી મરી પાવડર-1/2 ચમચી
લીલા મરચા- 1/2 કપ
આદું - 1 ચમચી
લાલ મરી પાવડર
હળદર
ગરમ મસાલા - 1/2 ચમચી
ધાણા પાવડર-
કોથમીર
મીઠું સ્વાદપ્રમાણે
બનાવવાની રીત- સૌથી પહેલા પૌઆને વાસણમાં લઈને સારી રીતે ધોઈ લો . હવે એમાં બાફેલા બટાટા નાખી સારી રીતે મેશ કરી લો. વટાણાને પણ બાફી લોૢ હવે આધું અને મરચાની બારીક પેસ્ટ બનાવી લો. હવે એક વાસણમાં મેશ કરેલા બટાટા આદુ-મરચાના પેસ્ટ પલળાયેલા પૌઆ અને વટાણા મિક્સ કરો . હવે એમાં દહીં, હળદર પાવડર ,લાલ મરચા પાવડર , ગરમ મસાલા ,કાળી મરી પાવડર ,મીઠું નાખી મિક્સ કરો. કોથમીર નખો. હવે પૌઆ પેટીસ માટે ગોળ-ગોળ ટીક્કી ના શેપ આપી બનાવો .
એક કડાહીમાં તેલ ગર્મ કરો. તેલ ગરમ થયા પછી પેટીસને ધીરે-ધીરે તેલમાં નાખો . હળવા સોનેરી થાય ત્યાં સુધી તળો. પેટીસને પેપર નેપકિન પર કાઢો જેથી વધારે પડતું તેલ નિકળી જાય . હવે એને ગરમ-ગરમ લીલી ચટણી કે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.