રવિવાર, 10 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : મંગળવાર, 25 જાન્યુઆરી 2022 (10:02 IST)

Mushroom Sandwich : સવારના નાશ્તામાં બનાવો આ હેલ્દી અને સ્વાદિષ્ટ મશરૂમ સેંડવિચ જાણો તેની વિધિ

સેડવિચ બનાવવામાં ખૂબ સરળ હોય છે. મશરૂમ સેંડવિચ  (Mushroom  Sandwich) નો આનંદ તમે નાશ્તા કે બ્રંચમાં પણ લઈ શકો છો. આ સેંડવિચ બનાવવામાં ખૂબ સરળ છે. તમે આ સેંડવિચનો આનંદ લઈ શકો છો. આ ન માત્ર સ્વાદ આરોગ્ય માટે પણ ફાયદાકારી છે. શિયાળાના મૌસમમા& મશરૂમનો સેવન આરોગ્ય માટે ખૂબ ફાયદાકારી હોય છે. મશરૂમ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તમે પ્રિયજનની સાથે ગર્માગર્મ મશરૂમ સેંડવિચનો આનંદ લઈ શકો છો. આવો જાણીએ તેની રેસીપી
મશરૂમ સેંડવિચની સામગ્રી 
600 ગ્રામ બાફેલા મશરૂમ 
4 લીલા મરચાં 
જરૂર પ્રમાણે કાળી મરી 
4 મોટી ચમચી માખણ 
12 સ્લાઈસ સફેદ બ્રેડ 
1 કપ ચીઝ ચેડર 
2 મોટી ચમચી રિફાઈંડ તેલ 
જરૂર પ્રમાણે મીઠુ. 
 
મશરૂમ સેંડવિચ બનાવવાની વિધિ 
સ્ટેપ 1 - મધ્યમ તાપ પર એક નૉન સ્ટીક પેન મૂકો અને તેમાં 2 ચમચી તેલ નાખો. હવે સમારેલા મશરૂમને ગર્મ તેલમાં નાખો અને 8-10 મિનિટ માટે શેકવું. જ્યારે સુધી કે મશરૂમ નરમ ન થઈ જાય અને મશરૂમ થોડો સૂકી ન જાય. એક વાર થઈ ગયા પછી તમારા સ્વાદ મુજબ સમારેલા લીલા મરચાં, મીઠુ અને કાળી મરી નાખો. મિશ્રણને ટૉસ કરો અને થોડી વાર થવા દો. એક વાર થઈ ગયા પછી મશરૂમને એક બાઉલમાં કાઢી લો. 
 
સ્ટેપ 2  સેંડવિચ તૈયાર કરો અને પિરસો 
હવે 6 બ્રેડ સ્લાઈસમાં સમાન માત્રામાં મશરૂમ નાખો. તેના ઉપર છીણેલું ચીઝ નાખો અને બીજી સ્લાઈસથી ઢાંકો. હવે એક પેનને મધ્યમ તાપ પર રાખો અને તેમાં 1/2 ટી સ્પૂન માખણ નાખો. તેને ઓગળવા દો અને પછી તેમાં સાવધાનીથી એક સેંડવિચ નાખો. સેંડવિચને ગોલ્ડન બ્રાઉન થતા સુધી ફ્રાઈ કરો અને જ્યારે ચીઝ ઓગળવા લાગે તો તાપથી ઉતારી લો. તેને બાકી સેંડવિચ પણ આ જ રીતે બનાવો. તેણ્ર તેમની પસંદના ડિપની સાથે પિરસો અને આનંદ લો. 

મશરૂમ્સના સ્વાસ્થ્ય લાભ
મશરૂમમાં પોટેશિયમ, કોપર, આયર્ન, ફાઈબર, વિટામિન વગેરે જેવા પોષક તત્વો હોય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે. તે વજન ઘટાડવાની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદ કરે છે.  મશરૂમમાં વિટામિન ડી હોય છે. તે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ રક્ત ખાંડ સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.