બુધવાર, 13 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : સોમવાર, 3 જુલાઈ 2023 (10:48 IST)

Mordhan khichdi Recipe - મોરધનની ખિચડી

mordhan khichadi
mordhan khichadi
સામગ્રી -  ટાઈમ - 15 મિનિટ
2 લોકો માટે
1 વાટકી મોરધન  (ભગર)
1 બટેટા (સમારેલા)
1 ટામેટા (સમારેલા)
1/2 વાટકી શીંગદાણા 
4 લીલા મરચા
1/2 ચમચી જીરું
1/2 ચમચી કાળા મરી પાવડર
1/2 ચમચી સેધાલૂણ
1 ચમચી તેલ
 
 
મોરધનની ખિચડી બનાવવાની રીત - (method of mordhan khichdi)
સૌપ્રથમ મોરધનને સ્વચ્છ પાણીથી બેથી ત્રણ વાર ધોઈ લો.
હવે મોરધનને 10 મિનિટ માટે પાણીમાં પલાળી રાખો.
હવે કૂકર ગરમ કરો અને તેમાં બે ચમચી ઘી નાખો.
ઘી ગરમ થાય એટલે તેમાં બારીક સમારેલાં લીલાં મરચાં, જીરું, કાળા મરીનો ભૂકો, સમારેલા બટાકા, મગફળી અને 1/2 ચમચી સેધાલૂણ નાખીને 1 મિનિટ સુધી સારી રીતે પકવો.
આ પછી પલળેલા મોરધનનું પાણી કાઢીને આ મોરધન કઢાઈમાં નાખો.  હવે તેને 1 થી 2 મિનિટ સુધી વારંવાર હલાવતા રહીને સારી રીતે શેકી લો.
2 મિનિટ પછી તેમાં બે કપ પાણી ઉમેરો અને મીઠું ઉમેરો, હવે કઢાઈ ઢાંકીને 5  મિનિટ  સુધી પકવો પાણી સુકાય જાય  કે ગેસ બંધ કરી દો.
થોડું ઠંડુ થાય એટલે કૂકર ખોલો અને લીલા ધાણા વડે ગાર્નિશ કરો. મોરધન ની ખીચડી તૈયાર છે, તેને દહીં, રાયતા અથવા કોઈપણ ફળની ચટણી સાથે સર્વ કરો.