રવિવાર, 24 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : બુધવાર, 11 ઑક્ટોબર 2023 (12:53 IST)

નવરાત્રી માટે ખસ્તા મોરિયાની કચોરી

પૂરણ માટે 150 ગ્રામ મોરિયો (સામા), 3 બટાટા, રાજગરાનો લોટ 50 ગ્રામ, સિંધાડાનો લોટ 50 ગ્રામ, કાળી મરી, લવિંગ, 1 ટીસ્પૂન જીરું, 1/2 ટીસ્પૂન આદુની પેસ્ટ, 1/2 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ, 1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર, 1 ટીસ્પૂન ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, તળવા માટે તેલ પાણી જરૂર પ્રમાણે
ગાર્નિશ કરવા માટે: 2 કપ દહીં લીલી ચટણી ખાટી-મીઠી ચટણી 
 
રીત:
કણક
- રાજગરા અને સિંઘાડાના લોટમાં મીઠુ અને એક ચમચી તેલ નાખી બધી જ સામગ્રીને મિક્સ કરો અને થોડા પાણી સાથે કઠણ કણક બાંધો.
- 5-7 મિનીટ સુધી બરાબર ગૂંથો.
- કણકમાંથી 12 એકસમાન લુઆ વાળો અને તેને કોટનના કપડામાં વિંટાળીને રાખી દો.
 
પૂરણ 
- મોરિયાના સાફ કરીને 2 કલાક સુધી પલાળી નાખો. પછી તેમે મિક્સરમાં ઝીણુ વાટી લો. 
- બટાટાને મેશ કરી લો. 
- એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં જીરુ અને લીલા મરચા અને આદુની પેસ્ટ ઉમેરો.
- ત્યારબાદ તેમાં મોરિયાની પેસ્ટ અને બધા મસાલા નાંખીને થોડી ક્ષણ માટે હલાવીને થવા દો.
- તેમાં લીલા મરચાંની પેસ્ટ, આદુની પેસ્ટ, ગરમ મસાલો, લાલ મરચાંનો પાવડર, આમચુર અને મીઠું ઉમેરો.
- બધી સામગ્રીને મિક્સ કરો અને 5-7 મિનીટ સુધી સતત હલાવતા રહો.
- આ મિશ્રણને 12 સરખા ભાગમાં વહેંચી દો અને બાજુમાં રાખી દો.
 
 
કચોરી
- દરેક લુઆને હાથથી દબાવીને 2 ઈંચની નાની રોટલી જેવુ બનાવો.
- પૂરણના 12 ભાગમાંથી 1 ભાગને તેમાં વચ્ચોવચ્ચ મૂકો.
- પૂરણને પેક કરવા માટે રોટલીના બધા છેડા ભેગા કરીને વચ્ચેના ભાગમાં દબાવી દો.
- આ છેડાને બરાબર બંધ કરો જેથી તળતી વખતે કચોરી ફૂટી ન જાય. વધારાનો કણક કાઢી શકો છો.
 
હવે બધી કચોરીને તળી લો 
ત્યારબાદ તેને દહીં અને લીલી ચટણી સાથે સર્વ કરો.