Recipe - દાળમાં વઘાર(tadka) કેવી રીતે લગાવશો ?
દાળનો અસલી સ્વાદ તેમા લાગનારા વઘારથી આવે છે. અનેકવાર વઘાર તો લગાવવા માંગીએ છીએ પણ યોગ્ય રીત ખબર ન હોવાથી દાળ બેસ્વાદ થઈ જાય છે. તેથી જાણો અહી દાળમાં વઘાર લગાવવાની યોગ્ય રીત..
સામગ્રી - 2 મોટી ચમચી ઘી, 1 નાની ચમચી જીરુ, ચપટીભરીને હીંગ, 2-3 લાલ મરચા, 2-3 લીલા મરચા સમારેલા, 4-5 લસણની કળી કાપેલી, અડધી ડુંગળી ઝીણી સમારેલી થોડા ધાણા ઝીણા સમારેલા.
ટિપ્સ - સૌ પહેલા વઘાર માટે પેન કે કડાહીમાં ઘી નાખીને ગરમ કરી લો.
- જ્યારે ઘી ગરમ થઈ જાય તો જીરુ નાખીને તતડાવો
- ત્યારબાદ તેમા લસણ, લીલા મરચા, ડુંગળી નાખીને સોનેરી થતા સુધી સેકો
- ત્યારબાદ તેમા લાલ મરચુ અને હીંગ નાખીને ચલાવતા પકવો
- પછી તેમા ધાણા નાખીને ગેસ બંધ કરી દો.
- આ વઘારને દાળમાં નાખીને ઢાંકી દો.