ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : મંગળવાર, 7 ફેબ્રુઆરી 2017 (00:00 IST)

દમ આલુ

અચાનક મહેમાન આવે તો ઘરમાં ક્યારેક શાકભાજીના નામે ફક્ત બટાકા પડ્યા હોય છે. કશુ સમજાતુ નથી કે શુ બનાવવુ. તો તમે પરેશાન ન થશો. આજે અમને તમને દમ આલુ બનાવવાની રીત બતાવીશુ.  આ સરળ છે અને સ્વાદિષ્ટ પણ છે. આ શાક લોકો પસંદ પણ કરે છે. 
સામગ્રી - નાના બટાકા. આદુ. ટામેટા લીલા મરચાં રિફાઈંડ તેલ, જીરુ, હળદર પાવડર, ધાણાજીરુ, ક્રીમ કે મલાઈ, કાજુ,  તાજુ દહી. મરચા પાવડર ગરમ મસાલો, લીલા ધાણા, મીઠુ. 
 
બનાવવાની રીત - સૌ પહેલા બટાકા અડધી ચમચી મીઠુ નાખીને ઉકાળી લો. ત્યારબાદ તેને છોલી લો. આખા બટાકામાં કાંટાની મદદથી કાણા કરો. કઢાઈમાં તેલ નાખો અને બટાકાને હલ્કા બ્રાઉન થતા સુધી તળી લો. મિક્સરમાં ટામેટા લીલા મરચાં આદુ અને કાજુ વાટી લો. કઢાઈમાં તેલ નાખી ગરમ કરો. સૌ પહેલા જીરુ નાખો. ત્યારબાદ હળદર પાવડર ધાણા પાવડર અને પછી નાખો ટામેટા કાજુનુ પેસ્ટ અને ક્રીમ.  મસાલાને ચમચાથી હલાવતા રહો.  જ્યારે મસાલામાંથી તેલ છુટ્ટુ પડે તો તેમા વલોવેલુ દહીં નાખી દો અને હલાવતા રહો. ઉકાળો આવ્યા પછી બટાકા નાખી તો.  તમે જેટલો પાતળો કે ઘટ્ટ રસો રાખવા માંગતા હોય તે મુજબ પાણી નાખો. 
 
સ્વાદમુજબ મીઠુ અને લાલ મરચું નાખો.  2-3 મિનિટ  ઉકાળવા દો. હવે ગેસ બંધ કરો. ગરમ મસાલો અને  લીલા ધાણાના નાખો. તમારા દમ આલુ તૈયાર છે. આ શાક નાન, પરાંઠા કે ભાત સાથે પીરસો અને ખાવ.