ગુજરાતી રેસીપી- ભાખરી
ઘઉંનો લોટ - 2 કપ
2 ચમચી - ઘી કે તેલ
મીઠું સ્વાદપ્રમાણે
બનાવવાની રીત
- સૌ પ્રથમ લોટ માં મીઠું ઉમેરી દો, પછી તેમાં થોડું તેલ નાખો.
- આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો.
- થોડું થોડું પાણી નાખી લોટ બાધો. અને 15 થી 20 મિનિટ માટે સાઈડમાં રાખો.
- ત્યાર બાદ,12 થી 14 સમાન માપ ના લોયા બનાવો. લોયા બનાવી તેને ગોળાઈ થાય એમ વણી નાખો.
- વણી ભાખરી ને તાવી પર ઘી કે તેલ લગાવીને શેકવું. બન્ને સાઈડથી સોનેરી થાય ત્યાં સુધી શેકવું
શેક્યા પછી તમારી ભાખરી તૈયાર છે તેને તમારી પસંદગીના કોઈ પણ શાક સાથે ખાઈ શકો છો.