આ છે બાજરાની રોટલા બનાવવાની રીત અને તેના ફાયદા
બાજરા ભારતના ગ્રામીણ ક્ષેત્રમાં ઉપયોગ થતું મુખ્ય અન્ન છે. બાજરાના રોટલા પંજાબ, રાજસ્થાનથી લઈને બિહાર સુધી ખૂબ ખાઈએ છે અને આ ઘણા પ્રકારના રોગોથી શરીરનો બચાવ પણ કરે છે.
વેબદુનિયામાં જાણો બાજરાના રોટલા બનાવવાની સામગ્રી, રીત અને તેના ફાયદા
સામગ્રી
બે કપ બાજરાના લોટ
એક ચોથઈ કપ ઘઉંનો લોટ
મીઠુ સ્વાદપ્રમાણે
પાણી
વિધિ
- સૌથી પહેલા એક વાસણમાં બાજરા અને ઘઉંના લોટને મીઠું અને પાણી સાથે નરમ બાંધી લો.
- મધ્યમ તાપ પર તવા ગરમ કરવા માટે મૂકો.
- તવા ગર્મ થતા જ રોટલા નાખી તેને પલટતા બન્ને સાઈડથી શેકી લો.
- તૈયાર છે ગરમ-ગરમ બાજરાના રોટલા
આ છે બાજરાના રોટલા ખાવાના ફાયદા
1. વજન ઘટાડે - બાજરીનો રોટલો ખાધા પછી મોડા સુધી ભૂખ નથી લાગતી જેવી કે વજન કંટ્રોલમાં રહે છે.
2. એનર્જી - ઘઉં કરતા બાજરાની રોટલી શરીરને વધુ ઉર્જા પ્રદાન કરે છે. તેને ખાવાથી વજન તો ઘટે જ છે સાથે જ ભરપૂર એનર્જી પણ પ્રાપ્ત થાય છે.
3. પાચન રાખે ઠીક - બાજરામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર્સ જોવા મળે છે. જે પાચન શક્તિને ઠીક રાખે છે.
4. ડાયાબિટીઝ અને કેંસર - બાજરાના રોટલીનુ નિયમિત સેવન કરવાથી ડાયાબિટીસ અને કેંસર જેવી બીમારીઓથી છુટકારો મળે છે.
5. દિલ માટે લાભકારી - કોલેસ્ટ્રોલના સ્તરને કંટ્રોલ કરવા માટે બાજરાની રોટલી ખૂબ મદદગાર સાબિત થાય છે અને આ બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખે છે.