ગુજરાતી રેસીપી- બટાટા ટમેટાના રસ્સાવાળું શાક
બટાટાની સૂકી અને રસાવાળા શાક તો તમે બનાવતા હશો પણ જો તને આ રીતે ટમેટાની સાથે બનાવવાથી તેનો સ્વાદ વધારે સારું લાગે છે.
સામગ્રી
બે બટાટા
બે ટમેટા
એક ડુંગળી
એક આદું ટુકડો
એક નાની ચમચી જીરું
બે લીલા મરચાં
એક નાની ચમચી હળદર
એક નાની ચમચી જીરું પાઉડર
એક નાની ચમચી લાલ મરી પાઉડર
ચપટી હીંગ
મીઠું સ્વાદપ્રમાણે
એક ચમચી કોથમીર
પાણી જરૂર પ્રમાણે
તેલ જરૂર પ્રમાણે
વિધિ
- સૌથી પહેલા મધ્યમ તાપ પર એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકો
તેલ ગરમ થતાં જીરું નાખી સંતાળો
જીરા ચટકાય તો ડુંગળી અને લીલા મરચાં નાખી શેકવું
ડુંગળી સોનેરી થતાં જ બટાટા નાખી એક થી બે મિનિટ સુધી હલાવતા સંતાળવું
નક્કી સમય પછી હળદર, જીરું પાઉડર અને લાલ મરચાં મિક્સ કરો.
આશરે 2 થી 3 મિનિટ પછી હીંગ નાખો અને એક સેકંડ પછી જ ટમેટા અને મીઠું નાખી રાંધવું
ટમેટા સૉફટ થઈ હાય તો પાણી આદું અને મીઠું નાખી ઢાંકીને 5 મિનિટ રાંધવું
તૈયાર છે બટાટા ટમેટાના રસાવાળું શાક. ગર્મગર્મ સર્વ કરવું.