સાંજની ચાની સાથે લો બટાકા પૌઆ કટલેટ ખાવાનો મજા
સાંજની ચાની સાથે મોટાભાગે લોકો સ્નેક્સ ખાવાનુ પસંદ કરે છે પણ કોરોનાના કારણે બહારથી કઈક ખાવુ અત્યારે વધારે સુરક્ષિત નથી. તેથી તમે ઘરે જ કઈક હેલ્દી બનાવીને ખાઈ શકો છો.. પણ હમેશા ઘણી
વાર સમજ નથી આવતુ કે શું બનાવીએ. તેથી આજે અમે તમારા માટે બટાકા પૌઆ કટનેટ રેસીપી લઈને આવ્યા છે. આ ખાવામાં તો ટેસ્ટી હશે જ તેમજ તેન બનાવવામાં પણ થોડો જ સમય લાગે છે. તો આવો
જાણીએ તેને બનાવવાની રીત
બટાકા પૌઆ કટલેટ
સામગ્રી
બાફેલા મેશ્ડ બટાકા
પૌઆ- 5 મોટી ચમચી ( ઝીણુ વાટેલું)
કાળી મરી પાઉડર
1 નાની ચમચી
લીલા મરચાં- 2 સમારેલા
અમચૂર પાઉડર 1/4 ચમચી
કોથમીર -2 મોટી ચમચી સ્વાદ પ્રમાણે
તેલ-તળવા માટે
વિધિ
- એક બાઉલમાં બટાટા, પૌઆ, કાળી મરી, લીલા મરચાં, અમચૂર પાઉડર અને મીઠુ નાખી મિક્સ કરો.
- હવે મિશ્રણથી તમારા મનપસંદ કટલેટ બનાવો.
- પેનમાં તેલ ગરમ કરી કટલેટને મધ્યમ તાપ પર સોનેરી થતા સુધી તળવુ.
- હવે તેના પર ચાટ મસાલા છાંટી લીલી ચટણી કે ટોમેટો સૉસની સાથે સર્વ કરો.