શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી વાર્તા
Written By
Last Updated : મંગળવાર, 21 સપ્ટેમ્બર 2021 (12:18 IST)

Gujarati Varta- કબીરના ધૈર્યની સુંદર કથા- સાડીના ટુકડા

એક નગરમાં એક વણકર રહેતો હતો. એ સ્વભાવથી ખૂબ શાંત, નમ્ર અને વફાદાર હતો. તેને ક્રોધ તો ક્યારે આવતું જ નહી હતું. એક વાર કેટલાક છોકરાને શેતાનિયત સુઝાઈ. એ બધા તે વણકર પાસે આ સોચીને પહોંચ્યા કે જુએ તેને ગુસ્સા કેમ નહી આવે ? 
 
તેમાં એક છોકરો બહુ ધનવાન માતા-પિતાનો પુત્ર હતો. એ ત્યાં પહોંચીને બોલ્યો આ સાડી કેટલાની આપશો ? 
 
વણકરે કીધું- 10 રૂપિયાની 
 
ત્યારે છોકરો તેમને ખીંજાવવાના ઉદ્દેશ્યથી સાડીના બે ટુકડા કરી નાખ્યા અને એક ટુકડા હાથમાં લઈને બોલ્યો. મને આખી સાડી નહી જોઈએ, અડધી જોઈએ. તેનું શું કીમત લેશો. 
 
વણકરે શાંતિથી કીધું 5 રૂપિયા 
 
છોકરાએ તેના પણ બે ટુકડા કરી નાખ્યા અને પછી કીમત પૂછ્યું. વણકર અત્યારે પણ શાંત જ હતો. તેને જણાવ્યું- અઢી રૂપિયા 
 
છોકરા આરીતે સાડીના ટુકડા કરતા ગયું. 
 
અંતમાં બોલ્યો- હવે મને આ સાડી નહી જોઈએ. આ ટુકડા મારા શું કામના 
 
વણકરે શાંટ ભાવથી કીધું- દીકરા. હવે આ ટુકડા તમારા શું, કોઈના પણ કામના નહી રહ્યા. 
 
હવે છોકરાને શર્મ આવી કહેવા લાગ્યું- મેં તમારું નુકશાન કર્યું છે. તેથી હું તમારી સાડીની કીમત આપું છું. 
 
વણકરે કીધું જ્યારે તમે આ સાડી લીધી જ નહી તો હું તારાથી પૈસા કેવી રીતે લઈ શકું છું. 
છોકરાઓના અભિમાન જાગ્યું અને એ કહેવા લાગ્યું. હું બહુ અમીર છું. તમે ગરીબ છો. હું તમને રૂપિયા આપીશ તો મને કોઈ તફાવત નહી પડે. પણ તમે આ ઘાટો કેવી રીતે સહેશો. અને નુકશાન મેં કીધું છે તો ઘાટા પણ મને જ પૂરો કરવું જોઈએ. 
 
વણકરે કીધું- તમે આ ઘાટો પૂરા નહી કરી શકતા. વિચારો,ખેડૂતે કેટલું શ્રમ લાગ્યું ત્યારે આ કપાસ થઈ. પછી મારી પત્નીએ તેમની મેહનતથી તે કપાસને વણીને સૂત બનાવ્યું. પછી મે તેને રંગ્યું અને વણ્યું. આટલી મેહનત ત્યારે સફળ થતી જ્યારે આ કોઈ પહેરતું, તેનાથી લાભ ઉઠાવતું. તેનો ઉપયોગ કરતો. પણ તમે તેની ટુકડા-ટુકડા કરી નાખ્યાૢ અ ઘાટો કેવી રીતે પૂરો થશે ? વણકરની આવાજમાં આક્રોશની જગ્યા ખૂબ દયા અને સૌમયતા હતી. 
 
છોકરા શર્મથી પાણી-પાણી થઈ ગયું. તેમની આંખો ભરી આવી અને એ સંતના પગમાં પડી ગયું.
 
વણકરે ખૂબ પ્રેમથી તેને ઉઠાવીને તેમની પીઠ પર હાથ ફેરતા કીધું- 
 
દીકરા, જો હું તમારાથી આ રૂપિયા લઈ લેતો તો મારું કામ તો થઈ જતું પણ તારા જીવનના એ જ હાલાત થતી જે આ સાડીની થઈ. કોઈ પણ તેનાથી લાભ નહી થતું. સાડી તો એક ગઈ, હું બીજી બનાવી લઈશ પણ તારા જીવન એક વાર અહંકારમાં નષ્ટ થઈ ગઈ તો બીજા ક્યાંથી લાવશો ? તમારો આ પશ્ચાતાપ જ મારા માટે બહુ અમૂલ્ય છે. 
 
સીખામણ- સંતની ઉંચા વિચારથી છોકરાનો જીવન બદલી ગયું.