Abdul Kalam Birthday - ડો. અબ્દુલ કલામ દ્વારા કહેવામાં આવેલ 10 પ્રેરણાદાયી વાતો
સામાન્ય લોકોના રાષ્ટ્રપતિ કહેવાતા કલામ વિદ્યાર્થીઓ વચ્ચે ખાસા લોકપ્રિય હતા. તેઓ મોટાભાગે વિદ્યાર્થીઓ સાથે વાત કરતા હતા તેમને આગળ વધવા માટે પ્રેરિત કરતા હતા. આવો એક નજર નાખીએ તેમની કેટલીક પ્રેરક વાતો પર....
- પોતાનુ સપનુ સાચુ થાય એ પહેલા તમારે સપનુ જોવુ પડશે.
- શ્રેષ્ઠતા એક સતત પ્રક્રિયા છે કોઈ દુર્ઘટના નહી
- જીવન કે મુશ્કેલ રમત છે. તમારે માણસ હોવાના પોતાના જન્મજાત અધિકારને કાયમ રાખતા તેને જીતી શકો છો.
- વ્યક્તિએ મુશ્કેલીઓની જરૂર પડે છે કારણ કે સફળતાનો આનંદ ઉઠાવવા માટે મુશ્કેલી ખૂબ જરૂરી છે.
- આપણને ત્યારે જ યાદ રાખવામાં આવશે જ્યારે આપણે પોતાની યુવા પેઢીને એક સમૃદ્ધ અને સુરક્ષિત ભારત આપી શકીશુ. આ સમૃદ્ધિનુ સ્ત્રોત આર્થિક સમૃદ્ધિ અને સભ્ય વિરાસત હશે.
- જો લોકો મનથી કામ નથી કરી શકતા તેમણે જે સફળતા મળે છે તે ખોખલી અને અધૂરી સ્ટોરી હોય છે. જેનાથી આસપાસ કડવાશ ફેલાય છે.
- શિક્ષાવિદોએ વિદ્યાર્થીઓ વચ્ચે સમાનતા, રચનાત્મકતા, ઉદ્યમિતા અને નૈતિક નેતૃત્વની ભાવના વિકસિત કરવી જોઈએ અને તે વિદ્યાર્થીઓના આદર્શ બને.
- આકાશની તરફ જુઓ. આપણે એકલા નથી. સમગ્ર બ્રહ્માંડ આપણુ મિત્ર છે અન તે તેમને સર્વોત્તમ આપે છે જે સપનુ જુએ છે મહેનત કરે છે.
- જો કોઈ દેશને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવો છે. સુંદર મસ્તિષ્કોવાળો દેશ બનવુ છે તો મારો વિચાર છે કે સમાજના ત્રણ સભ્યોની તેમા ખૂબ મુખ્ય ભૂમિકા છે. આ ત્રણ લોકો છે પિતા.. માતા અને શિક્ષક.
- મારો સંદેશ ખાસ કરીને યુવા લોકો માટે છે કે તેઓ જુદી રીતે વિચારવાની હિમંત બતાવે. આવિષ્કાર કરવાનુ સાહસ બતાવે. અજાણ્યા રસ્તા પર મુસાફરી કરે. અશક્ય લાગનારી વસ્તુઓને શોધે અને સમસ્યાઓ પર વિજય મેળવતા સફળતા મેળવે. આ એ મહાન ગુણ છે જેમને મેળવવાની દિશામાં તેમણે કામ કરવાનુ છે. યુવાઓ માટે મારો આ જ સંદેશ છે.