સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 15 જાન્યુઆરી 2021 (16:59 IST)

160km દૂર બર્ગર લેવા ગઈ, લાગ્યો 20,000 રૂપિયાનો દંડ જાણો કેમ

તમે ક્યારેય વિચાર્યુ છે કે એક બર્ગર કેટલો મોંઘો હોઈ શકે છે અને તેને લેવા માટે તમે કેટલા દૂર સુધી જઈ શકો છો. ? 30  વર્ષીય એક મહિલાએ બર્ગર માટે 160 કિમી દૂરની યાત્રા ખેડી નાખી અને તેને આ બર્ગર એટલુ મોંઘુ પડી ગયુ કે તમે ક્યારેય વિચારી પણ શકતા નથી.  મહિલાને બર્ગરને કારણે 20,000 રૂપિયાનો દંડ ભરવો પડ્યો. 
 
પણ આવુ કેમ થયુ ભાઈ  ?
 
ઈંડિયા ટાઈમ્સના મુજબ આ સમાચાર ઈગ્લેંડના છે. આ મહિલા પોતાના ટુ વ્હીલર દ્વારા જ બર્ગર લેવા માટે નીકળી હતી. તેની સાથે તેની બહેન પણ હતી. એ દિવસો દરમિયાન સખત લોકડાઉન લાગેલુ હતુ. તે Linconshire થી Scarborought ગઈ. પોલીસે તેને 20,000 રૂપિયાનો દંડ લગાવ્યો. બધુ મળીને તેને કુલ 70 ફાઈન લાગ્યા. 
 
શુ બોલ્યા પોલીસ કર્મચારી 
 
રિકેલ વુડ, ચીફ ઈંસ્પેક્ટર છે. તેઓ જાણે છે કે લોકો બહાર જવા માંગે છે. એટલુ જ નહી મહિલાએ એ લોકોનો પણ આભાર માન્યો જે કોરોનાના સમયમાં પોતાનુ કામ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઈગ્લેંડમાં કોરોનાનો નવો સ્ટ્રેન આવ્યા પછીથી જ વધુ કડકાઈથી લોકડાઉનનુ પાલન કરવામાં આવી રહ્યુ છે.