ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 26 જુલાઈ 2018 (14:22 IST)

જો ઈમરાન ખાન બનશે પાકિસ્તાનના PM, તો ભારત પર શુ થશે અસર ?

imran khan
લાહોરમાં જન્મેલા, ઓક્સફર્ડમાં અભ્યાસ, વર્લ્ડ કપ જીતનારી પાકિસ્તાન ક્રિકેટ ટીમના કપ્તાન, 3 લગ્ન અને ભારતીય ઉપમહાદ્વીપમાં પ્લેબોયની છબિવાળા ઈમરાન ખાન શુ પાકના આગામી પીએમ બનવા જઈ રહ્યા છે ? 25 જુલાઈના રોજ પાકિસ્તાનમાં થયેલ મતદાન પછી વોટોની ગણતરી જેમ જેમ આગળ વધી રહી છે ઈમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઈંસાફની સ્થિતિ મજબૂત થઈ રહી છે.  પાકિસ્તાનના ઉદારવાદી ઘડા વચ્ચે તાલિબાન ખાનના નામથી ચર્ચિત ઈમરાનનુ પીએમ બનવુ ભારતના હિસાબથી કેવુ રહેશે ? શુ ભારતને નુકશાન થશે ? શુ ભારત માટે ચિંતાની વાત છે ? 
 
આ સવાલ હવે ઝડપથી ઉભા થઈ રહય છે. ઈમરાન ક હાન અને તાલિબાન ખાનનુ શુ કનેક્શન છે. તેની ચર્ચા પછી કરીશુ. આ વચ્ચે પાકિસ્તાની મીડિયાની એક પાર્ટીએ આરોપ લગાવ્ય છે કે ઈમરાનની મજબૂતી જોઈને ભારતમાં તેમના વિરુદ્ધ કૈપેન શરૂ કરવામાં આવ્યુ છે.  હવે તેમા કોઈ શક નથી રહી ગયો કે ઈમરાન ખાને નવાજ શરીફના નેતૃત્વવાળી પીએમએલ નવાઝને પાછળ છોડ્યા છે.  જો તમે ચૂંટણી રેલીઓમાં ઈમરાનના ભાષણ પર નજર કરશો તો આ વાતનો સંકેત દેખાશે કે ભારત પ્રત્યે તેમનુ શુ વલણ બની રહ્યુ છે. 

ભારત અને મોદીના વ્હાલા છે નવાઝ  આવુ બોલનારા ઈમરાન ખાન ભારત માટે હાનિકારક ? 
 
નવાઝ શરીફની પાર્ટીએ ઈમરાન પર આરોપ લગાવ્યો કે સેના અને આઈએસઆઈની સાથે મળીને 
તેઓ ખોટી રીતે ચૂંટણી જીતવાની કોશિશ કરી રહ્યા છે.  ચૂંટણી માટે વોટિંગના પહેલા ઈમરાને આ 
મુદ્દો બનાવ્યો અને કહ્યુ કે નવાજ શરીફ ભારત વિરુદ્ધ ખૂબ સોફ્ટ છે.  ઈમરાને લોકોને એવુ કહીને 
ઉપસાવ્યા કે ભારત અનેમોદીના નવાજ વ્હાલા છે અપ્ણ તેઓ આપણી સેનાને નફરત કરે છે. હવે 
તેમને એ વાતની ચિંતા છેકે જો ઈમરાન સત્તામાં આવશે તો પાકિસ્તાન માટે કામ કરશે.'
 
ઈમરન ખાન આ પહેલા પણ નવાઝ શરીફને આધુનિક મીર જાફર કહીને મોદીની ભાષા બોલનારા બતાવી ચુકાયા છે. ઈમરાને પોતાના સમગ્ર કૈપેનમાં ખૂબ ઉગ્ર તરીકે કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. ભારતને કાશ્મીરમાં હિંસા માટે જવાબદાર બતાવી છે. એટલુ જ નહી ભારતની સર્જીકલ સ્ટ્રાઈક પછી ઈમરાને ખૂબ તીખા તેવર બતાવતા કહ્યુ હતુ કે હુ નવાઝ શરીફને બતાવીશ કે મોદીને કેવી રીતે જવાબ આપવાનો છે.  હવે જે રીતે ઈમરાને ભારત વિરુદ્ધ પાકિસ્તાની જનતાને પોતાનુ સ્ટેંડ બતાવ્યુ છે. એ બીજી બાજુ ઈશારો કરી રહ્યુ છે કે પડોશી મુલ્કના પ્રત્યે તેમની નીતિ ભારત માટે હાનિકારક હોઈ શકે છ્ 

સેનાના પસંદગીના ઈમરાનનુ તાલિબાન ખાન વાળુ સંસ્કરણ 
 
પાકિસ્તાનમાં પણ એક ઉદારવાદી ટીમ વસે છે. આ ઉદારવાદી ટીમ વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી ઈમરાન ખાન એક અલગ નામથી પણ ઓળખાય છે.  આ નામ છે તાલિબાન ખાન. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના કટ્ટરપંથી સમુહનુ સમર્થન કરવાને કારણે ઈમરાનને આ નવુ નામ મળ્યુ છે.  ઈમરાનની આ પ્રકારની રાજનીતિ નવી વાત નથી.  2013માં અમેરિકી ડ્રોન હુમલામાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના કમાંડર વલી-ઉર-રહેમાન માર્યો ગયો હતો. એ સમય ઈમરાને તેમને શાંતિ સમર્થકનો ખિતાબ આપ્યો હતો. 
 
ઈમરાનનો આ તાલિબાન પ્રેમ છેલ્લા કેટલાક વર્ષોમાં એટલો સાર્વજનિક રહ્યો છે કે ગાર્જિયનની રિપોર્ટ મુજબ ઉત્તર પશ્ચિમ ક્ષેત્ર ખૈબર પખુત્નખ્વામં તેમની ક્ષેત્રીય ગઠબંધન સરકારે 2017માં હક્કાની મદરસાને 30 લાખ ડોલરની મદદ કરી. હક્કાની મદરસા એક રીતે તાલિબાનનુ બૈક બોન કહેવાય છે.  પૂર્વ તાલિબાન ચીફ મુલ્લા ઉમર સહિત અન્ય નેતાઓએ અહીથી શિક્ષા મેળવી હતી.  ઈમરાનને પાકિસ્તાની સેનાના ફેવરિટ બતાવાય રહ્યા છે.  પાકિસ્તાનની રાજનીતિમાં ખૂબ અંદર સુધી ઘુસી ચુકેલી આ દેશની સેના ક્યારેય પણ ભારત સાથે સારા સંબંધોની પક્ષમાં રહી નથી. 
 
એવામાં આ વાતની શંકા છે કે ઈમરાનના હાથમાં જો સતા આવી તો પાકિસ્તાનમાં કટ્ટરપંથીયોને પ્રોત્સાહન મળશે.  આ કટ્ટરપંથી પાકિસ્તાનમાં બેસીને ભારત વિરોધી ગતિવિધિઓને અંજામ આપે છે. આવામાં તેમના મજબૂત હોવાની આશંકા માત્ર ભારત માટે ખતરનાક દેખાય છે.  ઈમરાન ખાનાના ઉલટ નવાઝ શરીફ ભારત સાથે વાર્તાના પક્ષમાં રહ્યા છે.  ભારતમાં નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા પછી નવાઝ શરીફ એ નેતાઓમાં સામેલ હતા જે શપથ ગ્રહણ સમારંભમાં આવ્યા. 
 
આ જ રીતે 2015માં મોદી પોતાની અફગાનિસ્તાન યાત્રા દરમિયાન અચાનક પાકિસ્તાન પહોંચી ગયા. ત્યા તેમણે નવાઝ સાથે એક એવી મુલાકાત કરી જે પહેલાથી નક્કી નહોતી. ઈમરાન ખાને આ મુલાકાત પર ટિપ્પણી કરતા હિતોની ટક્કર બતાવી હતી. જોકે ત્યારે ઈમરાન ખાને એવુ પણ કહ્યુ હતુ કે તે બંને દેશ વચ્ચે સંબંધોમાં ગરમાહટનુ સ્વાગત કરે છે. આવામાં જો પાકિસ્તાનમાં ઈમરાનની તાજપોશી થઈ તો તમામ આશંકાઓ વચ્ચે આશા તો કરી શકાય છે કે તેમને 2015માં જે ગરમાહટ પસંદ હતી એ આજે અને આવતીકાલે પણ પસંદ પડશે.