ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 3 મે 2023 (23:30 IST)

કોણ છે અજય બંગા જે બન્યા વિશ્વ બેંકના નવા પ્રેસિડેન્ટ, 2 જૂનના રોજ સાચવશે પદ

Ajay Banga  became the new president of the World Bank
ભારતમાં જન્મેલા અજય બંગાને વિશ્વ બેંકના આગામી પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. એક 25-સભ્યની એક્ઝિક્યુટિવ બોર્ડે ભૂતપૂર્વ માસ્ટરકાર્ડ સીઈઓને આ પદ માટે પસંદ કર્યા છે. જેમને ફેબ્રુઆરીના અંતમાં યુએસ પ્રમુખ જો બાઇડન દ્વારા આ પદ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. પાંચ વર્ષની મુદત માટે તેમના નેતૃત્વને મંજૂર કરવા માટે મતદાન કર્યા પછી તરત જ બેંકે એક નિવેદન બહાર પાડ્યું, જેમાં જણાવ્યું હતું કે બોર્ડ વિશ્વ બેંક જૂથ વિકાસ પ્રક્રિયા પર બંગા સાથે કામ કરવા ઉત્સુક છે. બંગા 2 જૂને પદ સંભાળશે.  તેઓ વિશ્વ બેંકના દિવંગત હેડ ડેવિડ માલપાસનું સ્થાન લેનારા એકમાત્ર દાવેદાર હતા, જેમનો કાર્યકાળ આવતા મહિનાની શરૂઆતમાં સમાપ્ત થાય છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને વ્હાઇટ હાઉસ દ્વારા રજુ કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે હું અજય બંગા - વિશ્વ બેંકના આગામી પ્રમુખ માટે મારા નામાંકિત ને બેંકના બોર્ડ ઓફ ગવર્નર્સ દ્વારા તેમની ઉત્તમ સ્વીકૃતિ બદલ અભિનંદન આપવા માંગુ છું.
 
કોણ છે અજય બંગા
અજય બંગાની ઓળખ ભારત સાથે જોડાયેલી છે. તેમનું પૂરું નામ અજયપાલ સિંહ બંગા(Ajaypal Singh Banga)છે. બંગાનો જન્મ 10 નવેમ્બર 1959ના રોજ મહારાષ્ટ્રના પુણેમાં થયો હતો. તેમના પિતા હરભજન સિંહ બંગા સેનામાં લેફ્ટનન્ટ જનરલ હતા. તેમનો પરિવાર મૂળ જલંધરનો છે. 
તેમણે સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી ઈકોનોમિક્સ માં ગ્રેજ્યુએશન અને આઈઆઈએમ અમદાવાદમાંથી MBA કર્યું છે. ભારત સરકારે વર્ષ 2016માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા. 2012 માં, પ્રખ્યાત મેગેઝિન ફોર્ચ્યુને બંગાને 2012માં 'પાવરફુલ ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ-2012' તરીકે પસંદ કર્યા હતા.  તેઓ હિન્દુસ્તાન યુનિલિવરના ભૂતપૂર્વ ચેરમેન માનવિંદર સિંહ બંગાના ભાઈ છે. એમબીએ પૂર્ણ કર્યા પછી, તેઓ 1981માં નેસ્લે ઇન્ડિયામાં મેનેજમેન્ટ ટ્રેઇની તરીકે જોડાયા અને 13 વર્ષમાં મેનેજર બન્યા. તે પછી તેઓ પેપ્સિકોના રેસ્ટોરન્ટ ડીપાર્ટમેન્ટનો ભાગ બન્યા. પિઝઝાહટ અને KFC લાવવામાં તેમનું મહત્વનું યોગદાન છે, જે આ સમયે ભારતમાં ખૂબ પ્રખ્યાત છે.
 
માસ્ટર કાર્ડમાં લાંબો અનુભવ
અજય હાલમાં દુનિયાની સૌથી મોટી ખાનગી ઈક્વિટી ફર્મોમાંની એક જનરલ એટલાન્ટિકના વાઈસ-ચેરમેન છે. આ પહેલા તેઓ દિગ્ગજ ક્રેડિટ કાર્ડ કંપની માસ્ટરકાર્ડના એક્ઝિક્યુટિવ ચેરમેન અને સીઈઓ હતા. 2009માં માસ્ટરકાર્ડના CEO બન્યા. તેમના કાર્યકાળ દરમિયાન જ ભારતમાં માસ્ટરકાર્ડનો નોંધપાત્ર વિસ્તરણ થયો હતો. આ સાથે, તે માસ્ટરકાર્ડની સુરક્ષા સુવિધાઓને રજૂ કરવામાં પણ તેમનું યોગદાન છે. માસ્ટરકાર્ડમાં વિવિધ ભૂમિકાઓમાં સેવા આપવા ઉપરાંત, તેમણે અમેરિકન રેડ ક્રોસ, ક્રાફ્ટ ફૂડ્સ અને ડાઉ ઇન્કના બોર્ડમાં પણ સેવા આપી છે