રવિવાર, 10 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 7 ફેબ્રુઆરી 2023 (09:13 IST)

તુર્કી અને સીરિયામાં ભૂકંપના મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 3800ને પાર પહોંચી

તુર્કીના ગાઝી અંતેપ શહેરની પાસે સોમવારે સવારે આવેલા ભીષણ ભૂકંપના આંચકાના કારણે મૃત્યુઆંક 3800ની પાર પહોંચી ગયો છે.
 
આ સાથે જ ઘાયલોની સંખ્યા 12 હજારથી વધુ હોવાનું કહેવાય છે.
 
ભૂકંપના કારણે તુર્કીની સાથે-સાથે સીરિયામાં પણ ઘણા લોકોનાં મોત થયાં છે. બંને દેશોમાં મૃતકોની સંખ્યા 4 હજારની નજીક પહોંચતો જોવા મળી રહ્યો છે.
 
આ સાથે જ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મૃતકોની સંખ્યા આગામી કેટલાક કલાકોમાં વધી શકે છે.
 
ભૂકંપ આવ્યા બાદથી આંતરરાષ્ટ્રીય બચાવ કાર્યકરોએ તુર્કી પહોંચવાનું ચાલુ રાખ્યું છે, જેથી બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવે.
 
જોકે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોનો સામનો કરી રહેલા સીરિયાને સહાય પહોંચાડવામાં વિલંબ થવાના સમાચારો જોવા મળી રહ્યા છે.
 
દેશના ઉપરાષ્ટ્રપતિનું કહેવું છે કે, ભૂકંપ બાદ તુર્કીમાં ઓછામાં ઓછા 2,379 લોકો માર્યા ગયા અને 14,483 લોકો ઘાયલ થયા છે.
 
કિએટ ઓટકે કહે છે કે, 4,748 ઇમારતો નાશ પામ્યા બાદ 7,840 લોકોને કાટમાળમાંથી જીવતા બહાર કાઢવામાં આવ્યા છે.
 
સીરિયામાં ઓછામાં ઓછા 1,444 લોકોનાં મોત થયા હોવાના સમાચાર છે.
 
આનો અર્થ એ છે કે વિનાશકારી ભૂકંપના કારણે મૃતકોની સંખ્યા હવે 3500થી વધુ છે, પરંતુ બચાવ કામગીરી ચાલુ હોવાથી આ આંકડો વધશે તે નિશ્ચિત છે.
 
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ અગાઉ ચેતવણી આપી હતી કે મૃતકોની સંખ્યા આખરે આઠ ગણી વધી શકે છે.