બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 11 જુલાઈ 2018 (12:05 IST)

થાઈલેંડમાં ગુફામાંથી બાળકોને સુરક્ષિત કાઢવામાં આ ભારતીય કંપનીએ આપ્યુ યોગદાન

થાઈલેંડની ગુફામાં થોડા દિવસ પહેલા ફંસાયેલા 12 બાળકો અને 1 કોચને ઘણી મહેનત પછી છેવટે મંગળવારે સુરક્ષિત રૂપે બહાર કાઢવામાં આવ્યા. પણ શુ આપન જાણો છો કે  આ મોટા ઓપરેશનમાં ભારતીય કંપનીએ પણ પોતાનુ સર્વશ્રેષ્ઠ યોગદાન  આપ્યુ છે.  પુણેમાં મુખ્યાલયવાળી કંપનીના વિશેષજ્ઞોએ થાઈલેંડ ગુફામાં ફસાયેલી ફુટબોલ ટીમના બચાવ અભિયાનમાં તકનીકી સપોર્ટ આપીને મોટુ યોગદાન આપ્યુ. 
કંપની આ માહિતી મંગળવારે આપી છે  પુણેની કંપની કિર્લોસ્કર બ્રધર્સ લિમિટેડ(કેબીએલ) એ કહ્યુ કે થાઈલેંડ સ્થિત ભારતીય દૂતાવાસે થાઈ અધિકારીઓના બચાવ અભિયાનમાં કેબીએલની વિશેષજ્ઞતાના ઉપયોગની ભલામણ કરી હતી. ત્યારબાદ કંપનીએ ભારત, થાઈલેંડ અને બ્રિટનથી પોતાના વિશેષજ્ઞોની ટીમને ઘટના સ્થળ પર મોકલી.  ઉલ્લેખનીય છે કે આ ટીમ પાણી કાઢવા માટે વિશેષજ્ઞ છે.