આકાશમાં ઉડતું વિમાન અચાનક રોડ પર પડ્યું, કાર-બાઈક સાથે વિમાન અથડાયું, મૃતદેહો વિખેરાઈ ગયા, 10ના મોત
કાર-બાઈક અને પ્લેનનો ધ્રૂજાવી દેતો એક્સિડન્ટ - મલેશિયાના સેલાંગોર રાજ્યના સુલતાન અબ્દુલ અઝીઝ શાહ એરપોર્ટ પર ઉતરવાનો પ્રયાસ કરતી વખતે બે ક્રૂ મેમ્બર્સ અને છ મુસાફરોને લઇ જઇ રહેલું એક નાનું વિમાન રસ્તા પર ક્રેશ થયું હતું જેમાં 10 લોકોના મોત થયા હતા. ઉતરતી વખતે હાઈવે પર દોડી રહેલી કાર સાથે ટકરાતા વિમાનમાં આગ લાગી હતી અને તે સળગતું સળગતું રોડ પર તૂટી પડ્યું હતું.
ગુરુવારે મલેશિયાની રાજધાની કુઆલાલંપુરની બહારના વિસ્તારમાં એક એરપોર્ટ પર ઉતરવાનો પ્રયાસ કરતી વખતે એક નાનું ખાનગી જેટ મોટરસાઇકલ અને કાર સાથે અથડાતા ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા હતા.
આ દુર્ઘટનાને કારણે (સ્મોલ પ્રાઇવેટ જેટ ક્રેશ થયું) પ્લેનમાં સવાર તમામ આઠ લોકોના મોત થયા હતા. આ સાથે ત્યાંથી પસાર થતા બે મોટરસાયકલ સવારોના પણ મોત થયા હતા.