સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 24 એપ્રિલ 2018 (10:44 IST)

ટોરંટો - અનિયંત્રિત ટ્રકે માર્ગ પર ચાલી રહેલા લોકોને કચડ્યા, 10ના મોત 16 ઘાયલ, ડ્રાઈવરની ધરપકડ

મધ્ય ટોરંટોમાં સોમવારે એક ટ્રકે લગભગ ડઝનભરથી વધુ માર્ગ પર ચાલતા લોકોને કચડી નાખ્યા. આ ઘટનામાં 10 લોકોના મોત થઈ ગયા જ્યારે કે 16 લોકો ગંભીર રૂપે ઘાયલ થઈ ગયા.   જ્યારે કે 16 લોકો ગંભીર રૂપે ઘાયલ થઈ ગયા. મામલાની માહિતી મળતા જ ઘટના સ્થળ પર પહોંચેલ પોલીસે ઘાયલોને નિકટના હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. જ્યા મોટાભાગના લોકોની હાલત ગંભીર બની છે.  ટોરંટો પોલીસે આ સમગ્ર ઘટનાની માહિતી પોતાના ટ્વીટર હેંડલ દ્વારા આપી.
 
ઘટનાના કારણે લોકોમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો. ન્યૂઝ એજન્સી મુજબ પોલીસે ડ્રાઇવરની ધરપકડ કરી લીધી છે. ડ્રાઇવરે જાણી જોઈને લોકો પર કાર ચડાવી તેમને કચડ્યા હોવાનું પોલીસનું કહેવું છે.  ટોરન્ટો પોલીસના કહેવા મુજબ સ્થાનિક સમય મુજબ બપોરે 1.27 કલાકે આ ઘટના બની હતી. હાલ ડ્રાઇવરની પૂછપરછ ચાલુ છે. ડ્રાઇવરે જાણી જોઇને આવું કૃત્ય કર્યું છે કે નહીં તે અંગો પોલીસે કોઈ સ્પષ્ટતા કરી નથી.
 
અકસ્માત બાદ ડેપ્યુટી પોલીસ ચીફ પીટરે કહ્યું કે આ એક જટિલ તપાસ સાબિત થવા જઇ રહી છે. પોલીસે આરોપી ડ્રાઇવરની ધરપકડ કરી લીધી છે. પીટરે કહ્યું કે તેમની તપાસ ચાલુ છે. આની પહેલાં ઘટના બાદ તરત પોલીસની તરફથી સામે આવેલી માહિતીમાં 8-10 રાહદારીઓને કચડી નાંખ્યાની વાત કહેવાઇ હતી.