બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 6 સપ્ટેમ્બર 2021 (08:16 IST)

પંજશીરમાં વધુ લોહીયળ સંઘર્ષ તાલિબાનથી લોહા લઈ રહી અહમદ મસૂદની ફોજના પ્રવક્તા ફહીમ દશ્તીની મોત

અફઘાનિસ્તાન પર કબજો હોવા છતાં, પંજશીરથી દૂર રહ્યા બાદ હવે તાલિબાનોએ આ વિસ્તારમાં યુદ્ધ શરૂ કર્યું છે. બંને પક્ષો પંજશીરમાં પોતાના વર્ચસ્વનો દાવો કરી રહ્યા છે. અગાઉ રવિવારે તાલિબાનોએ દાવો કર્યો કે તે પંજશીર પ્રાંતના બધા જિલ્લાઓનો કબજો કરી લીધુ છે અને હવે એવા સમાચાર છે કે આ વિસ્તારમાં ચાલી રહેલા ગોળીબારમાં રેજિસ્ટેંસ ફ્રંટના પ્રવક્તા માર્યા ગયા છે. રેઝિસ્ટન્સ ફોર્સ સાથે સંકળાયેલા કેટલાક ટ્વિટર હેન્ડલ્સને રેઝિસ્ટન્સ ફ્રન્ટના પ્રવક્તા ફહીમ દશ્તીના મૃત્યુ અંગે પણ જાણકારી આપી છે.  એક ટ્વિટમાં લખવામાં આવ્યું હતું કે, 'ભારે હૃદય સાથે, અમે તાલિબાન આતંકવાદીઓના હુમલામાં પ્રતિકાર મોરચાના પ્રવક્તા ફહીમ દષ્ટિના મોતની જાણ કરી રહ્યા છીએ.' જોકે, ટ્વિટમાં વધુ કંઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
પંજશીરમાં વધતા તાલિબાનના ખતરા વચ્ચે દષ્ટિ ઘણીવાર દરેક અપડેટને ટ્વીટ કરતી હતી. તેમણે રવિવારે ટ્વીટ કરીને જાણ પણ કરી હતી કે તાલિબાન લડવૈયાઓને આ વિસ્તારમાંથી હાંકી કાવામાં આવ્યા છે.