OMG 40 વર્ષ જૂની કેક અને હજુ પણ બગડી નથી ..
અમેરિકામાં સોફટ માવા કેકની વચ્ચે ક્રીમ હોય એવી ટ્વિન્કી નામની કેક બહુ ફેમસ છે. હાલમાં આ કેકનો ઉત્પાદકોનું કહેવું છે કે અમારી કેક 25 દિવસ સુધી સારી રહે છે. જોકે અમેરિકાની જ્યોર્જ સ્ટીવન્સ એકેડેમીના કેમિસ્ટ્રીના ટીચર રોજર બેનેટીએ 1976 માં આ ટ્વિન્કી કેક લાવીને ખોલીને એક જગ્યાએ મૂકી હતી. દિવસો નહીં, મહિનાઓ નહીં, વર્ષોના વહાણાં વીતી ગયાં પણ હજી સુધી એ કેક સડી નથી એટલું જ નહીં આ કેક હજી કયાંયથી બગડી હોય એવું પણ જણાતું નથી.
ટીચરે એક ગ્લાસના બોકસમાં મૂકી રાખેલી ટ્વિન્કી કેક ચાર દાયકાથી એવી ને એવી જ છે. એનો શેષ પણ જરાય બદલાયો નથી. એના પર જરાય ફૂગ પણ નથી લાગતી અને લાગે છે કે એના પર કદીય ફૂગ નહીં લાગે કેમિસ્ટ્રી-ટીચરે વિદ્યાર્થીઓને ખોરાકને સાચવવા માટે વપરાતાં કેમિકલ્સ વિશે જાગ્રત કરવા માટે તેમની નજર સામે પ્રયોગ કરવાનું નક્કી કર્યું હતું એ વખતે સ્કૂલની બાજુમાંથી મળતી આ કેક તેઓ ખરીદી લાવેલા અને એ બગડવાની રા જોઇ હતી. એ ટીચર તો કયારનાય રિટાયર થઇ ગયા છે. પણ તેમની જે સ્ટુડન્ટ લિબી રોઝોઅર એ એકેડેમીમાં હવે કેમિસ્ટ્રી ભણાવે છે. લિબીનું કહેવું છે કે હું ૨૮ વર્ષ પછી રિટાયર થઇશ ત્યાં સુધી આ કેક સાચવી રાખીશ