NewYork Fire news- હીટરથી લાગી આગમાં 19નું દર્દનાક મોત, બહુમાળી બિલ્ડીંગની બારીઓ તોડીને જીવ બચાવ્યો
શિયાળાની મારથી બચવા માટે મોટેભાગે લોકો હીટરનો ઉપયોગ કરે છે. પણ તેને લઈને સાવધાની રાખવી પણ જરૂરી છે. અમેરિકાના ન્યૂયોર્કમાં હીટરને કારણે ભીષણ દુર્ઘટના થઈ છે. જેમાં 19 લોકોના મોત થઈ ગય આ. જેમાં 9 બાળકો સામેલ છે. વાસ્તવમાં સ્પેસ હીટરમાં ગડબડી થઈ ગઈ હતી અને તેને કારણે આગ લાગી ગઈ. જોત જોતામા બ્રોંક્સ એપાર્ટમેંટ બિલ્ડિંગમાં ધુમાડો ભરાય ગયો. જેમા દમ ઘૂટવાથી 19 લોકોના દર્દનાક મોત થઈ ગયા. ફાયર કમિશનર ડેનિયલ નિગ્રોએ જણાવ્યું હતું કે આગ ઇલેક્ટ્રિક સ્પેસ હીટરમાં ખામીને કારણે લાગી હતી. 19 માળની ઈમારતના બીજા અને ત્રીજા માળે લાગેલી આગને કારણે ધુમાડાના ગોટેગોટા ભરાઈ ગયા અને તેમાં લોકોએ જીવ ગુમાવ્યા.
બચવા માટે તોડી બારીઓ, બારણાઓ પર ભી ટૉવેલ લટકાવ્યા
તેણે કહ્યુ કે અપાર્ટમેંટનો ગેટ ખુલેલુ હતો. જેના કારણે આખી બિલ્ડીંગમાં તરત ધુમાડો ફેલાઈ ગયો. અપાર્ટમેંટમાં ફંસયેલા લોકોએ જીત રૂંધાવાથી બારીના કાંચ તોડી નાખ્યા અને બારણા ભીના ટૉવેલ પર લટકાવ્યા. ફાયર ફાઈટર્સએ ખૂબ મુશ્કેલીથી એક યુવકએ બચાવ્યો. તેને કહ્યુ કે હુ આટલી ગભરાહટમાં હતો કે દરેક વાર ફાયર અલાર્મની જગ્યા ખોટુ અલાર્મ વગાડી દેતો હતો. નિગ્રોએ કહ્તુ કે બધી કોશિશ પછી લોકોને નહી બચાવી સ્ગક્યા. તેના કારણ આ હતુ કે ધુમાડો ખૂબ વધારે ભરી ગયો હતો. બચાવલર્મીને દરેક ફ્લોર પર પીડિત લોકો મળ્યા. વધારેપણુ લોકોને શ્વાસ તંત્ર પર બહુ ગાઢ અસર થયુ હતું.
13 લોકોની હાલત ગંભીર છે, ઝામ્બિયાના વતનીઓ પીડિત છે
આ ઘટનામાં માર્યા ગયેલા બાળકોની ઉંમર 16 વર્ષ કે તેનાથી ઓછી હતી. માર્યા ગયેલા મોટાભાગના લોકો આફ્રિકન રાષ્ટ્ર ઝામ્બિયાના વતની છે અને મુસ્લિમ સમુદાયના છે. હજુ પણ 13 લોકો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે. આ ઘટનામાં કુલ 60 લોકો પ્રભાવિત થયા છે. નેગ્રોએ કહ્યું કે માર્યા ગયેલા મોટાભાગના લોકો શ્વાસ લેવામાં તકલીફ અનુભવી રહ્યા હતા. તેમણે કહ્યું કે આ ઘટના ખૂબ જ ડરામણી છે. જોકે, રવિવારે લાગેલી આગને કાબૂમાં લેવા માટે 200 બચાવકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ત્વરીત કામગીરી કરીને વધુને વધુ લોકોને બચાવી લેવાયા હતા.