ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 31 ઑક્ટોબર 2019 (16:50 IST)

પાકિસ્તાન - કરાંચી-રાવલપિંડી તેજગામ એક્સપ્રેસમાં બ્લાસ્ટ, ટ્રેનમાં લાગી ભયંકર આગ, 73 લોકોનાં મૃત્યુ

પાકિસ્તાન  (Pakistan)ના પૂર્વી પંજાબ શહેરમાં ગુરૂવારે સવારે એક મોટી ટ્રેન દુર્ઘટના થઈ ગઈ.  અહી કરાચી-રાવલપિંડી તેજગામ એક્સપ્રેસ ટ્રેનમાં વિસ્ફોટ પછી આગ લાગવાથી ત્રણ બોગીઓ બળી ગઈ. તેના મરનારાઓની સંખ્યા વધીને 65 થઈ ગઈ ક હ્હે.  જિયો ન્યૂઝ એ રહીમ યાર ખાનનના જીલ્લા પોલીસ અધિકારી આમિર તૈમૂર ખાનના હવાલાથી આ માહિતી આપી. 
 
મીડિયા રિપોર્ટ મુજબ આ ઘટનામાં 30થી વધુ લોકો આગની ચપેટમાં આવ્યા છે. જેમને સારવાર અર્થે નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તેમની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. તેજગામ એક્સપ્રેસની ત્રણ બોગીઓમાં આગી લાગી હોવાની માહિતી મળી છે. એવું બતાવવામાં આવી રહ્યું છે કે એક સિલિન્ડરમાં ધમાકો થતા આ આગ લાગી છે. આ ટ્રેન કરાચીથી રાવલપિંડી જઈ રહી હતી.
 
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે એક મુસાફર ટ્રેનમાં ગેસ સિલિન્ડર લઈને મુસાફરી કરી રહ્યો હતો. પરંતુ અચાનક સિલિન્ડરમાં ધમાકો થયો અને ટ્રેનમાં ભયંકર આગ લાગી. સિલિન્ડરથી આગ લાગી હોવાની પુષ્ટિ પાકિસ્તાન રેલવે અધિકારીઓએ કરી છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ મુજબ યાત્રી ટ્રેનની અંદર નાશ્તો બનાવી રહ્યો હતો. જેના કારણે આગ લાગી.