બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 8 જુલાઈ 2022 (13:08 IST)

Japan Ex PM Shinzo Abe Shot - સુપારી કિલર નહી પણ મેડિકલ કોલેજમાં પ્રોફેસર છે શિંજો આબેનો શૂટર

shinzo abe
જાપાનના લોકપ્રિય નેતાઓમાંથી એક અને પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબે (ex PM Shinzo Abe) ના ઉપર એ સમયે હુમલો કરવામાં આવ્યો જ્યારે તે ચૂંટણી પ્રચારના દરમિયાન ભાષણ આપી રહ્યા હતા. આબે પર પાછળથી ફાયરિંગ કરવામાં આવ્યુ અને ગોળી વાગ્યા પછી તેઓ જમીન પર ઢળી પડ્યા. હવે સૌની નજર એના પર છે કે હુમલા પાછળનો મકસદ શુ હતો.  શરૂઆતમાં હુમલાવર વિશે વધુ માહિતી મળી શકી નથી. પણ હવે તેની  વય 40ની આસપાસ બતાવાય રહી છે અને કહેવામાં આવી રહ્યુ છે કે તે મેડિકલ કોલેજમાં પ્રોફેસર છે. સરકારી પ્રસારણકર્તા એનએચકે એ હુમલા વિશે માહિતી આપી છે કે જ્યારે પૂર્વ પ્રધાનમંત્રી આબે જમીન પર પડ્યા ત્યારે તેમનુ લોહી ખૂબ જ ઝડપથી વહી રહ્યુ હતુ અને તેમને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હુમલો કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 
 
હુમલો કરનાર વિશે કહેવાય રહ્યુ છે કે શંકાસ્પદ હુમલાવર મેરીટાઈમ સેલ્ફ ડિફેંસ ફોર્સ (SDF) માં કામ કરી ચુક્યા છે. તેનુ નામ યામાગામી તસ્તુયા (Yamagami Testuya) બતાવાય રહ્યુ છે. હુમલાવર એક મેડિકલ કોલેજમાં એસોસિએટ પ્રોફેસર છે. હુમલા દરમિયાન  હુમલાવરે ખાકી રંગનુ શટ અને ભૂરા રંગની પેંટ પહેરી હતી. 
 
શિંજો આબેની નીતિઓથી નારાજ હતો હુમલાવર 
 
સ્થાનીક મીડિયામાં કહેવામાં આવી રહ્યુ છે કે 41 વર્ષના હુમલાવર ય્હામાગામીએ ઘરમાં જ બંદૂક તૈયાર કરી. તેમણે હોમ મેડ ગન દ્વારા પૂર્વ પીએમ શિંજો આબે પર ફાયરિંગ કર્યુ છે.  હુમલા બાદ તરત જ હુમલાવરની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ સમયે હુમલાવરના હાથમાં બંદૂક હતી. હુમલા સમયે તેણે માસ્ક પહેરી રાખ્યુ હતુ. 
 
હુમલા પછી પકડાયેલા આરોપી યામાગામીએ પૂછપરછમાં બતાવ્યુ કે તે શિંજો આબેથી ખૂબ જ નારાજ હતા. તે તેમના કામકાજથી સંતુષ્ટ નહોતા. આબેની નીતિઓથી દુ:ખી હતા. 
 
સવારે 9.30 વાગે પાછળથી મારવામાં આવી ગોળી 

 
જાપાની સરકારે આજે શુક્રવાર દેશના પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબેને નારા શહરના પશ્ચિમી ક્ષેત્રમાં ગોળી મારવાની ઘટનાની ચોખવટ કરી હતી.  મુખ્ય કેબિનેટ સચિવ હિરોકાજૂ માત્સુનોએ ઘટના વિશે બતાવ્યુ, પૂર્વ પ્રધાનમંત્રી આબેને નારા શહેરમાં સવારે લગભગ 9.30 વાગે પાછળથી ગોળી મારવામાં આવી. જે વ્યક્તિએ ફાયરિંગ કર્યુ તેની ધરપકડ કરવામાં આવી છે. 
 
પહેલી ફાયરિંગ રમકડા જેવી રહી - પ્રત્યક્ષદર્શી 
 
સ્થાનીક મીડિયાનુ કહેવુ છે કે પૂર્વ નેતા રવિવારે થનારા ઉચ્ચ સદન ચૂંટણી પહેલા એક કાર્યક્રમમાં સ્ટંપ ભાષણ આપી રહ્યા હતા. ત્યારે ગોળીઓનો અવાજ સંભળાયો. ઘટના સ્થળ પર હાજર એક યુવતીએ એનએચકે ને કહ્યુ તે ભાષણ આપી રહ્યા હતા. અને પાછળથી એક માણસ આવ્યો. પહેલી ફાયરિંગ રમકડાના અવાજ જેવી લાગી. પણ તે પડ્યા નહી અને પછી બીજા શોટથી ખૂબ ભયંકર અવાજ સંભળાયો ફાયરિંગ દરમિયાન ચિનગારી અને ધુમાડો દેખાયો. 
 
67 વર્ષીય નેતા શિંજે આબે ગોળી વાગતા જ જમીન પર પડી  ગયા અને તેમની ગરદનમાંથી લોહી નીકળવા લાગ્યુ. સરકાર તરફથી કહેવામાં આવ્યુ કે ઘટનાને ધ્યાનમાં રાખતા એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે અને સરકારના ટોચના પ્રવક્તાએ કહ્યુ કે આ સંબંધમાં બ્રીફ કરી શકે છે.