સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 18 જૂન 2018 (10:41 IST)

જાપાનના ઓસાકા શહેરમાં 6.1 તીવ્રતાનો ભૂકંપ, 3 નુ મોત, બુલેટ ટ્રેન બંધ

પશ્ચિમી જાપાનામં સોમવરે સવારે 6.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો. તેમા ત્રણ લોકોનુ મોત થઈ ગયુ. સ્થનઈક મીડિયાએ અનેક લોકોના મરવાની આશંકા બતાવી છે. નુકશાન કેટલુ થયુ છે તેનો હજુ સુધી સાચો અંદાજ લાગી શક્યો નથી. મોસમ વિજ્ઞાન એજંસી મુજબ ભૂકંપનુ કેન્દ્ર ઓસાકા શહેરના ઉત્તરી ભાગ હતો. હાલ સુનામીની ચેતાવણી અપાઈ નથી. શરૂઆતમાં ભૂકંપની તીવ્રતા 5.9 આંકવામાં આવી હતી, પણ પછી આ વધીને 6.1 થઈ ગઈ. ઓસામા વિસ્તારમા ટ્રેન સર્વિસ બંધ કરવામાં આવી અને ઉડાન પણ રોકવામાં આવી. 
ક્વોદો ન્યૂઝ એજંસી મુજબ ભૂકંપના ઝટકાને કારણે ઓસાકામાં સ્વીમિંગ પૂલ પાસે દીવાલ ઢસડી જવાથી 80 વર્ષના વડીલ અને એક 9 વર્ષની બાળકી ગંભીર રૂપે ઘાયલ થઈ. પછી તેનુ મોત થઈ ગયુ. ભૂકંપને કારણે અનેક લોકોને કાર્ડિયેક અરેસ્ટ આવવાની માહિતી પણ મળી છે. કંસાઈ ઈલેક્ટ્રિક પાવરે કહ્યુ કે ભૂકંપ પછી મિહામા અને તાકાહામા પરમાણુ સંયત્રોમાં કોઈપ્રકારની ગડબડે જોવા મળી નથી. 
જાપાનના મોસમ વિભાગના મતે ભૂકંપ સ્થાનિક સમયાનુસાર સવારે 7.58 વાગ્યે આવ્યો હતો. સુનામીની ચેતવણી હજુ આપી નથી. કહેવાય છે કે આ જાપાનમાં આવેલો છેલ્લાં કેટલાંક સમયનો સૌથી ખતરનાક ભૂકંપમાંથી એક છે.
 
ઓસાકા, શિગા, ક્યોતો, અને નારામાં હાઇસ્પીડ બુલેટ ટ્રેન અને સ્થાનિક રેલવે સર્વિસીસમાં અડચણ ઉભું થયું છે. મેનેજમેન્ટે કહ્યું છે કે ભૂકંપથી 15માંથી એક પણ પરમાણુ રિએકટર પ્રભાવિત થયા નથી. ભૂકંપ બાદ ઓસાકામાં લગબગ 170000 લોકોના ઘરમાં વીજળી ગુલ થઇ ગઇ છે.