રાજ્યમાં આ બીમારી બની ગંભીર- ટાઈફોઇડના લક્ષણો જણાતા જ 23 વિધાર્થીઓને સિવિલમાં એડમિટ કરાયા
એક સામટા 30 જેટલાં વિદ્યાર્થીઓને ટાઈફોઇડના લક્ષણો જણાયા હતાં. બાદમાં 23 વિધાર્થીઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ કરાયા હતા અને 7 જેટલાં વિદ્યાર્થીઓને સામાન્ય લક્ષણ જણાતા તેઓની OPD કરી તેઓને સારવાર અપાઈ હતી.એક તરફ 30 જેટલાં વિદ્યાર્થીઓ ટાઈફોઇડ પોઝિટિવ આવવાને લઈ સારવાર લઈ રહ્યાં છે અને વિદ્યાર્થીઓ આક્ષેપ કરી રહ્યાં છે કે પીવાના પાણી દૂષિત હોવાને લઇ ટાઈફોઇડ થયો છે