શનિવાર, 23 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શનિવાર, 7 ઑક્ટોબર 2023 (14:34 IST)

હમાસે ઈઝરાયેલ પર 5000 થી વધુ રોકેટ છોડ્યા, ઈઝરાયેલ સેનાએ ગાઝા પટ્ટી પર જોરદાર જવાબી હુમલો કર્યો

israeli army
israeli army
હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલ પર 5,000 થી વધુ રોકેટ છોડ્યા હોવાનો દાવો કર્યો છે. તે જ સમયે, ઇઝરાયેલી સેનાનું કહેવું છે કે તે ગાઝા પટ્ટીમાં કેટલાક ટાર્ગેટને નિશાન બનાવીને હુમલો કરી રહ્યું છે. આતંકવાદી જૂથ હમાસ દ્વારા ઇઝરાયેલ સામે નવા સૈન્ય અભિયાનની જાહેરાત કર્યા બાદ જેરુસલેમમાં હવાઈ હુમલાની ચેતવણીના સાયરન્સ વગાડવામાં આવ્યા છે. ઈઝરાયેલે રોકેટ વિરોધી પ્રણાલી તૈનાત કર્યા પછી ઓછામાં ઓછા ત્રણ વિસ્ફોટો સાંભળવામાં આવ્યા હતા. અગાઉ, હમાસની લશ્કરી પાંખના એક નેતાએ નવી લશ્કરી ઝુંબેશના ભાગરૂપે ઇઝરાયેલ પર 5,000 થી વધુ રોકેટ છોડ્યા હોવાનો દાવો કર્યો હતો.

 
ગાઝા પટ્ટીમાં એક્ટીવ ફલસ્તીની આતંકવાદીઓએ  શનિવારે વહેલી સવારે ઇઝરાયેલ તરફ ડઝનેક રોકેટ છોડ્યા, જેનાથી દેશભરમાં એરસ્ટ્રાઇક એલર્ટ સાયરન્સ બંધ થયા. આતંકવાદીઓ દ્વારા છોડવામાં આવેલા રોકેટ બાદ યુદ્ધની શક્યતાઓ બનતી જોવા મળી રહી છે. ઈઝરાયેલ તરફ છોડવામાં આવતા રોકેટના અવાજ ગાઝા પટ્ટીના આકાશમાં ગુંજી રહ્યા હતા., જ્યારે ઈઝરાયેલને હવાઈ હુમલાઓ સામે ચેતવણી આપતા સાયરનનો અવાજ પણ ઉત્તરમાં લગભગ 70 કિલોમીટર દૂર દેશની આર્થિક અને સાંસ્કૃતિક રાજધાની તેલ અવીવમાં સંભળાયો હતો. ઇઝરાયેલની મેગેન ડેવિડ એડોમ રેસ્ક્યુ એજન્સીએ જણાવ્યું હતું કે દક્ષિણ ઇઝરાયેલમાં એક ઇમારત પર રોકેટ અથડાતાં 70 વર્ષની એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઇ હતી. 
 
ઈઝરાયલ અને ફિલીસ્તીન વચ્ચે વિવાદ
 
એજન્સીના જણાવ્યા અનુસાર આ ઉપરાંત 20 વર્ષીય યુવકને રોકેટના છરાને કારણે સામાન્ય ઈજાઓ થઈ હતી. ઈઝરાયેલ તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જોકે, બાદમાં ઈઝરાયેલી સેનાએ રોકેટ ફાયરિંગના જવાબમાં જોરદાર હવાઈ હુમલો કર્યો હતો. જેના કારણે યુદ્ધનો ખતરો દેખાઈ રહ્યો છે. ઈઝરાયેલે રોકેટ ફાયરિંગ માટે હમાસ આતંકવાદી જૂથને જવાબદાર ઠેરવ્યું છે. ઈઝરાયેલના વળતા હુમલાના કારણે ગાઝા પટ્ટીને ભારે નુકસાન થવાની આશંકા છે. અત્યાર સુધી થયેલા નુકસાનની માહિતી મળી શકી નથી.