શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 4 માર્ચ 2023 (09:39 IST)

ઈન્ડોનેશિયાના ઓઈલ ડેપોમાં લાગી ભીષણ આગ, અત્યાર સુધીમાં 17ના મોત, 52 ફાયર એન્જિન પણ આગ નથી મેળવી શક્યા કાબુ

fire
ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં એક ઓઈલ ડેપોમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી ખતરનાક રીતે આગળ વધી રહી છે કે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. આગની ઉંચી જ્વાળાઓ અને ધુમાડાના વાદળોને કારણે હોબાળો મચી ગયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 17 લોકોના મોત થયાના અહેવાલ છે. હજુ સુધી 52 ફાયર ટેન્ડર આગ પર કાબુ મેળવી શક્યા નથી. 50થી વધુ સળગેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અનેક લોકોની હાલત ગંભીર બની છે. અત્યારે આગમાં ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. આવી સ્થિતિમાં મૃત્યુઆંક વધી શકે છે.

 
બતાવાય રહ્યું છે કે શુક્રવારે જકાર્તામાં ફ્યુઅલ સ્ટોરેજ ડેપોમાં ભીષણ આગ લાગી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આગ આસપાસના વિસ્તારોમાં ફેલાઈ જતાં ત્યાં રહેતા હજારો લોકોને તેમના ઘરોમાંથી બહાર કાઢવા પડ્યા હતા. રાજ્યની તેલ અને ગેસ કંપની પર્ટામિના દ્વારા સંચાલિત બળતણ સંગ્રહ ડેપો, ઉત્તર જકાર્તાના તનાહ મેરાહ વિસ્તારમાં ગીચ વસ્તીવાળા વિસ્તારની નજીક સ્થિત છે. આ 
  ઇન્ડોનેશિયાની ઇંધણની 25 ટકા જરૂરિયાતો પૂરી પાડે છે.  ફાયર અધિકારીઓએ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 260 અગ્નિશામકો અને 52 ફાયર ટેન્ડર આસપાસના વિસ્તારમાં આગ ઓલવવા માટે કામ કરી રહ્યા છે. 
 
જકાર્તા ફાયર એન્ડ રેસ્ક્યુ ડિપાર્ટમેન્ટના વડા એસ ગુનાવાને જણાવ્યું હતું કે ઘટનાસ્થળની નજીક રહેતા લોકોને હજુ પણ બહાર કાઢવામાં આવી રહ્યા છે અને ગામના હોલ અને મસ્જિદમાં લઈ જવામાં આવી રહ્યા છે. આગને કારણે અનેક વિસ્ફોટો થયા અને ઝડપથી ઘરોમાં ફેલાઈ ગઈ, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે બે બાળકો સહિત ઓછામાં ઓછા 17 લોકોના મોત થયા છે.