ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 12 નવેમ્બર 2021 (16:20 IST)

પાકિસ્તાનનો ઘૃણાસ્પદ ચહેરો બેનકાબ : પાકિસ્તાન ગંદો ચેહરો - જ્યારે પણ ભારતથી હારી પાકિસ્તાની ક્રિકેટ ટીમ, પાકિસ્તાનમાં હિન્દુ યુવતીઓ સાથે દુષ્કર્મ કરીને બદલો લેવાતો

24 ઓક્ટોબરે વર્લ્ડકપ ક્રિકેટમાં જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ 24 વર્ષમાં પહેલીવાર પાકિસ્તાનના હાથે પરાજિત થઈ હતી, ત્યારે ભારતના ઘણા વિસ્તારોમાં ફટાકડા ફોડીને ઉજવણી કરવાના દુઃખદ સમાચાર આવ્યા હતા. આવી સ્થિતિમાં પાકિસ્તાન જ્યારે ભારતના હાથે હારી જાય છે ત્યારે તોફાની તત્વો કેવી રીતે હતાશા વ્યક્ત કરે છે તે જાણવું જરૂરી છે.
 
દિલ્હીના આદર્શ નગરના કેમ્પમાં પાકિસ્તાની વિસ્થાપિત રહે છે. અહીંની એક મહિલાએ હિંમત કરીને પાકિસ્તાનનો ઘૃણાસ્પદ ચહેરો બેનકાબ કર્યો છે. આદર્શ નગરમાં ચાનો સ્ટોલ લગાવનાર આ મહિલાએ ડર હોવા છતા 'ઓપ ઈન્ડિયા' વેબસાઈટ પર ખુલીને વાત કરી.
 
આ પાકિસ્તાની શરણાર્થી મહિલાનું કહેવું છે કે જ્યારે પણ વિરાટ કોહલીના હાથે પાકિસ્તાનની ક્રિકેટ ટીમ હારતી ત્યારે પાકિસ્તાનમાં શોકનું વાતાવરણ રહેતું હતું. પરાજયા પછી પાકિસ્તાનના તોફાની તત્વો હિંદુ છોકરીઓને તેમના ઘરેથી અપહરણ કરી લઈ જતા, અને તેની આબરૂ લૂતી લેતા હતા અને અન્ય અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. અપહરણ બાદ ભાગ્યે જ કોઈ છોકરી ઘરે પરત ફરી શકી. 
 
 
 
આ મહિલાએ જણાવ્યું કે તેને વીડિયો કેમેરા સામે વાત કરતી વખતે એવો ડર પણ લાગી રહ્યો છે કે તેના આ નિવેદન પછી પાકિસ્તાનમાં રહેતા તેના પરિવારના સભ્યો અને સંબંધીઓ પર અત્યાચાર શરૂ ન થઈ જાય. તેમની હત્યા પણ થઈ શકે છે. આ ડર છતાં મહિલાએ કહ્યું કે ભારત સામેની મેચમાં દરેક હાર બાદ પાકિસ્તાનમાં હિન્દુ મહિલાઓ સાથે દુષ્કર્મ થાય છે.
 
ત્રણ ગુજરાતી યુવતીઓનું અપહરણ -  પાંચ વર્ષ જૂની ઘટનાને યાદ કરતાં મહિલાએ જણાવ્યું કે જ્યારે કોહલીના હાથે પાકિસ્તાન મેચ હાર્યુ હતુ ત્યારે પાકિસ્તાનમાં ત્રણ ગુજરાતી છોકરીઓનું અપહરણ કરવામાં આવ્યું હતું. મહિલાએ કહ્યું કે જ્યારે પણ તે હારે છે ત્યારે ત્યાના લોકો ઘૃણાજનક કામ કરે છે. પાકિસ્તાનની પોલીસ પણ કોઈની પણ ફરિયાદ સાંભળતી નથી, આવી સ્થિતિમાં અમે લાચાર બનીને ઘરે પરત આવી જતા. 
 
શરણાર્થી મહિલાએ ઓપ ઈંડિયાને જણાવ્યું કે તે 2011થી ભારતમાં રહે છે. તેને પાકિસ્તાનમાં રહેતા પોતાના સંબંધીઓની ચિંતા છે. વાત કરતી વખતે પણ આ મહિલાની આંખોમાં ડર સ્પષ્ટ દેખાતો હતો. તેણે કહ્યું કે જ્યારે પણ તે પાકિસ્તાનમાં તેના સંબંધીઓ સાથે વાત કરે છે, ત્યારે તેઓ આવા ઘણા સમાચાર આપે છે. તે કહે છે કે અમે પાકિસ્તાન પાછા ફરવા માંગતા નથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે પાકિસ્તાનમાં હિંદુઓ પર કેવી રીતે અત્યાચાર થાય છે.
 
ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન યુદ્ધ જેવુ હોય છે વાતાવરણ 
 
જ્યારે પણ ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે મેચ થાય છે ત્યારે ત્યાંનું વાતાવરણ યુદ્ધ જેવું હોય છે. જ્યારે પાકિસ્તાનની ટીમ મેચમાં હારે છે ત્યારે તેનો બદલો ત્યાં રહેતા હિન્દુઓ પાસેથી લેવામાં આવે છે. આ વખતે જ્યારે પાકિસ્તાને ભારતને હરાવ્યું ત્યારે દેશભરમાં ઉજવણી થઈ હતી. કરાચી, ઈસ્લામાબાદ, રાવલપિંડી અને ક્વેટામાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ફટાકડા ફોડવામાં આવ્યા.  હવામાં ગોળીઓ છોડવામાં આવી હતી.