શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 8 સપ્ટેમ્બર 2021 (09:07 IST)

ક્યૂબામાં 2 વર્ષના બાળકને કોરોના વેક્સીન, બાળકોને રસી લાગવતો પ્રથમ દેશ

હવાના- ક્યૂબામાં 2 વર્ષના દીકરાને કોરોના વેક્સીન લાગવી શરૂ થઈ ગઈ છે. તેની સાથે ક્યૂબા આટલા નાના બાળકોને કોરોના વેક્સીન લગાવતુ દુનિયાનો સૌથી પ્રથમ દેશ બની ગયુ છે. ક્યૂબાએ નાના દીકરાને સ્વદેશમાં  વિકસિત કોવિડ રસી લગાવવાનો ફેસલો કર્યુ છે. તેને વિશ્વ સ્વાસ્થય સંગઠનથી માન્યતા મળી નથી 
 
ક્યૂબાએ સ્વદેશી અબદાલા અને સોનરોના વેક્સીનના બાળકોનો ટ્રાયલ પૂર્ણ કરી લીધુ છે. અહીં શુક્રવારથી 12 વર્ષ કે તેનાથી  વધારે ઉમરના બાળકોને કોવિડ વેક્સીન લગવનાર અભિયાન શરૂ પણ કરી દીધુ છે. તેને સોમવારથી સિએનફ્યૂગોસ પ્રાંતમાં 2 થી 11 વર્ષના બાળકોને કોરોના વેક્સીન લગાવવાનો મિશન પણ શરૂ કર્યુ છે. 
ક્યૂબાની વેક્સીનનો અંતરરાષ્ટ્રીય સ્તર પર કોઈ પીયર રિવ્યૂ પણ નથી થયુ છે. આ વેક્સીન પ્રોટીન ટેક્નોલોજી પર આધારિત છે . ઉલ્લેખનીય છે કે ક્યૂબામાં કોરોનાવાયરસના કારણે અત્યાર સુધી 5700 થી વધારે લોકોની મોય થઈ. 
 
ક્યૂબા સરકારએ કહ્યુ છે કે પ્રથમ બાળકોને વેક્સીન મળી જાય ત્યારે તેના માટે શાળાઓ ખોલશે. અહીં માર્ચ 2000 પછીથી શાળાઓ બંધ છે.