સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 16 જુલાઈ 2021 (16:04 IST)

અમેરિકામાં ડબલ થયા એક્ટિવ કેસ... ઓસ્ટ્રેલિયામાં લાગ્યુ લોકડાઉન, સાવધાન ફરી માથુ ઉંચકી રહ્યો છે કોરોના

ભારત સહિત સમગ્ર દુનિયામમાં કોરોના ફરી એકવાર માથું ઉંચકી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરોના કેસની સંખ્યા ઘટી રહ્યા હતા, પરંતુ ફરી એકવાર નવા કેસ 40 હજારને પાર થઈ ગયા છે. બીજી બાજુ જો આપણે દુનિયાની વાત કરીએ તો ફરી એકવાર પરિસ્થિતિ ચિંતાજનક થતી જઈ રહી છે. એક બાજુ અમેરિકામાં કોરોનાના કેસની સંખ્યા બમણી થઈ રહી છે તો બીજી બાજુ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન જેવા શહેરમાં લોકડાઉન લગાવવામાં આવી રહ્યું છે.
 
ઉલ્લેખનીય છે કે રોઇટર્સના એક રિપોર્ટ મુજબ,  ઓસ્ટ્રેલિયાના બીજા સૌથી વધુ વસ્તીવાળા શહેર મેલબોર્નમાં શુક્રવારની રાતથી લોકડાઉન લાગુ કરવામાં આવશે. શહેરમાં કોરોનાવાયરસના નવા કેસોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે હાલ એ વાતની ચર્ચા ચાલી રહી છે કે  ત્યાં લોકડાઉન કેટલા દિવસ માટે લાગૂ કરવુ જોઈએ. 
 
રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે  વિક્ટોરિયામાં ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના કેટલાક સંક્રમિત મજૂરો કામ કરવા માટે આવ્યા હતા, ત્યારબાદ આ સંક્રમણ વધ્યુ છે. એવું પણ જાણવા મળ્યું છે કે મેલબોર્નમાં જે કોરોના ફાટી નીકળ્યો તે કોરોનાવાયરસના ડેલ્ટા વેરિએટને  કારણે છે. ડેલ્ટા વેરિઅન્ટ વિક્ટોરિયા તેમજ ન્યુ સાઉથ વેલ્સમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે.
 
બીજી બાજુ યુએસમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી કોરોના સંક્રમણના કેસોમાં  ફરીથી વધારો થવા લાગ્યો છે. ત્યાં છેલ્લા ત્રણ અઠવાડિયામાં ડેલી  કોરોના કેસના આંકડા ડબલ થયા છે. નિષ્ણાંતોએ પણ આ વિશે ચેતવણી આપી છે. આ બધું અમેરિકામાં ત્યારે થયુ છે જ્યારે ત્યાં ઘણા મહિનાઓથી કેસ ઘટી રહ્યા હતા  પછી કોરોના ફરી વધી રહ્યા છે.
 
ન્યુ યોર્ક ટાઇમ્સના એક રિપોર્ટ મુજબ, અહીં મોટાભાગના નવા કેસો મેન અને સાઉથ ડકોટા રાજ્યમાંથી આવી રહ્યા છે. નિષ્ણાતો માને છે કે લોકોએ માસ્ક પહેરવાનું ન છોડવુ જોઈએ અને વધુ ભીડ ન કરવી જોઈએ,  નહીં તો પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. અમેરિકામાં, લગભગ 55.6% વસ્તીને કોરોનાની વેક્સીન  આપવામાં આવી છે, છતા કેસોમાં વધારો થવો એ ચિંતાનું કારણ છે.