સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 4 ફેબ્રુઆરી 2020 (11:47 IST)

Corona Virus Death Toll: ચીનમાં મોતનો ડરાવનારો આંકડો, અત્યાર સુધી 425 લોકોનો ભોગ લીધો

ચીનથી શરૂ થયેલ કોરોના વાયરસ (Corona virus)નુ સંક્રમણ દુનિયાના અનેક દેશોમાં ફેલાય ચુક્યુ છે. કોરોનાથી ચીનમાં અત્યાર સુધી 425 લોકોના મોત થઈ ચુક્યા છે. જ્યારે કે 20 હજારથી વધુ કેસની પુષ્ટિ થઈ ચુકી છે. દુનિયા ભરમાં ફેલતા કોરોના વાયરસને જોતા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)પહેલા જ ઈંટરનેશનલ હેલ્થ ઈમરજેંસીની જાહેરાત કરી ચુક્યુ છે. અનેક દેશોએ ચીન માટે ઉડાનો રદ્દ કરી દીધી છે. જ્યારે કે અનેક દેશ ચીનમાં ફસાયેલા પોતાના નાગરિકોને એયરલિફ્ટ કરીને કાઢી રહ્યુ છે. 
કોરોનાનો કહેર ચીનમાં થમવાનુ નામ નથી લઈ રહ્યો. સમાચાર એજંસી પીટીઆઈ મુજબ ત્યાની સરકારે અત્યાર સુધી 425 લોકોના મોતની ચોખવટ કરી છે અને તેનાથી સંક્રમિત લોકોની સંખ્યા 20,438 સુધી પહોંચી ગઈ છે. આ દરમિયાન કોરોના વાયરસ સાથે મુકાબલા માટે ચીને 10 દિવસની અંદર 1000 બેંડવાળા હોસ્પિટલ બનાવીને તૈયાર કરી લીધા છે. જ્યારે કે 1500 બેડવાળુ બીજુ હોસ્પિટલ જલ્દી જ બનીને તૈયાર થઈ જશે. 
 
કોરોનાને કારણે ચીનમાં અત્યાર સુધી 425લોકોના મોત થઈ ચુક્યા છે. આ સંખ્યા 2003-2004માં બીજિંગમાં સાર્સ (SARS)વાયરસથી થયેલ મોતોની સંખ્યા કરતા વધુ થઈ ચુકી છે. ચીનના હુબેઈ શહેરનુ વુહાન શહેર કોરોનાનુ કેન્દ્ર બન્યુ છે. હુબેઈ શહેરમાં સૌથી વધુ લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય સંગઠન મુજબ દુનિયાના 18થી વધુ દેશોમાં કોરોનાએ પગ પસારી લીધા છે. જ્યારે કે અનેક દેશોએ એયરલિફ્ટ કરીને પોતાના લોકોને કાઢવા શરૂ કરી દીધા છે. 
માસ્કની સમસ્યા, વિદેશોથી માગી મદદ 
 
દિવસોદિવસ ચીનમાં કોરોનાનો કહેર વધતો જ જઈ રહ્યો છે. 1.4 અરબની આબાદીવાળા ચીનમાં કોરોનાથી લડવા માટે મેડિકલ ઉપકરણોની કમી થઈ ગઈ છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનઈંગએ કહ્યુ, ચીનમાં મેડિકલ ઉપકરણની કમી થઈ ગઈ છે.  ચીનને તત્કાલ પ્રભાવથી મેડિકલ માસ્ક, મેડિકલ ગાઉન અને સુરક્ષા ગોગલ્સની જરૂર છે. 
 
 
ત્યાના ઉદ્યોગ મંત્રાલય મુજબ ચીનમાં સામાન્ય પરિસ્થિતિઓમાં રોજ 20 મિલિયન માસ્કનુ ઉત્પાદન થતુહતુ પણ કોરોનાની મહામારીને કારણે ફેક્ટરીઓ આજકાલ 60થી 70 ટકા જ ઉત્પાદન કરી શકે છે.  જોકે ચીનને સાઉથ કોરિયા, જાપાન, કજાકિસ્તાન અને હંગરીએ માસ્ક મોકલ્યા છે. 
 
647 ભારતીયોને સુરક્ષિત કાઢવામાં આવ્યા 
 
ચીન માટે અભિશાપ બની ચુકેલા કોરોનાની મહામારી વચ્ચે ભારત સરકાર ત્યા ફંસાયેલા પોતાના નાગરિકોને પરત લાવી રહી છે. શનિવારે એયર ઈંડિયાની સ્પેશ્યલ ફ્લાઈટ ચીનથી 324 ભારતીયોને લઈને નવી દિલ્હી પહોંચી હતી. રવિવારની સવારે પણ એયર ઈંડિયાએ એક વધુ વિમાન ભારતીયોને લઈને નવી દિલ્હી પહોંચ્યુ.  ચીનના વુહાન શહેરથી ઉડાંભરનારા એયર ઈંડિયાના આ વિમાન દ્વારા 323 ભારતીય સ્વદેશ પરત ફર્યા છે. આ સાથે જ માલદીવના 7 નાગરિકોને પણ દિલ્હી લાવવામાં આવ્યા છે. 
 
 
ચીનમાં ભારતના રાજદૂત વિક્રમ મિસ્ત્રીએ આ સંબંધમાં જણાવ્યુ કે આ વિમાનમાં ભારતના 323 અને માલદિવના 7 નાગરિક સવાર હતા. માલદિવના વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદે પ્રધાનમંત્રી નરેન્દ્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકર પ્રત્યે આભાર વ્યક્ત કરતા કહ્યુ છે કે વુહાનથી પરત ફરી રહેલા 7 લોકોને હાલ નવી દિલ્હીમાં જ નજર હેઠળ રાખવામાં આવશે.