સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 26 ઑક્ટોબર 2021 (21:28 IST)

ચીનના આ શહેરમાં માત્ર 6 કોરોના કેસ આવતા લાગ્યુ લૉકડાઉન, 40 લાખ લોકો ઘરોમાં બંધ

ચીન પર કોરોના વાયરસ વિશે ઘણા ડેટા છુપાવવાનો આરોપ છે. ચીનમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા હોવાના સમાચાર છે. હવે લાન્ઝૂ શહેરમાં કોવિડના 6 કેસ આવ્યા બાદ 40 લાખના આ શહેરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. લોકોને ઈમરજન્સી સિવાય ઘરની બહાર ન નીકળવા માટે કહેવામાં આવ્યું છે.
 
ચીનમાં 26 ઓક્ટોબરે કોરોના વાયરસના 29 નવા કેસ સામે આવ્યા છે. અધિકારીઓએ માહિતી આપી છે કે લોકડાઉનને કડક રીતે નિયંત્રિત કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય અધિકારીઓએ ચેતવણી આપી છે કે આગામી સમયમાં સંક્રમણના વધુ કેસ સામે આવી શકે છે કારણ કે આવનારા દિવસોમાં સંક્રમણ સામે લડવા માટે ટેસ્ટિંગ ઝડપી બનાવી દીધી છે. 
 
રાજધાની બીજિંગમાં સંક્રમણના 3 નવા કેસ જોવા મળ્યા છે. નવા કેસો સામે આવ્યા હોવાથી નાગરિકોને જરૂરી હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. અગાઉ નિર્ધારિત ઘણી ઇવેન્ટ્સ રદ કરવામાં આવી છે. ઘણા શહેરોમાં બસ અને ટેક્સી સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે.
 
ચીન કોરોનાને લઈને ઝીરો કેસ સ્ટ્રેટેજી પર કામ કરી રહ્યું છે. ચીનમાં લગભગ 100 દિવસ બાદ વિન્ટર ઓલિમ્પિક યોજાવાની છે. આવી સ્થિતિમાં ચીન કોરોનાને લઈને ખૂબ જ સતર્ક દેખાઈ રહ્યું છે. ઘણા અધિકારીઓને કોરોનાને લઈને બેદરકારી બદલ બરતરફ કરવામાં આવ્યા છે.