સુહાગરાત દરમિયાન 18 વર્ષની નવવધુનુ મોત, આ હતી પરેશાની
બ્રાઝીલમાં એક પરણેલી 18 વર્ષની યુવતીનુ સુહાગરાત દરમિયાન મોત થઈ ગયુ. મહિલા પોતાના પતિ સાથે હતી. આ દરમિયાન તેને હાર્ટ એટેક આવી ગયો. પોલીસનુ કહેવુ છે કે મહિલા પોતાના પતિ (29) સાથે સેક્સ કરી રહી હતી. આ દરમિયાન તેની તબિયત ખરાબ થવા માંડી અને તે બેહોશ થઈને પડી ગઈ. આ ઘટના બ્રાઝીલના ઈબ્રિટ શહેરની છે.
ટેક્સી ચાલકે હોસ્પિટલ જવાની ના પાડી દીધી.
'ધ સન'ની રિપોર્ટ મુજબ પત્નીની તબિયત બગડતા પતિ મદદ માટે પડોશીઓ પાસે ગયો અને પત્નીને હોસ્પિટલ લઈ જવા માટે ટેક્સી બુક કરી. જો કે ટેક્સી ચલકે આ કપલને હોસ્પિટલ લઈ જવાની ના પાડી દીધી. આ કપલ કોણ છે તે હજુ સુધી જાણ થઈ શકી નથી. પછી યુવતીના પતિએ બીજી ટેક્સી બુક કરી. બીજા ટેક્સી ચાલકે પણ હોસ્પિટલ જવાનુ એ કહીને ના કહી દીધુ કે આ માટે ઈમરજેંસી સર્વિસ બોલાવવી જોઈએ.
હોસ્પિટલ લઈ જતી વખતે મહિલાએ લીધા અંતિમ શ્વાસ
પીડિત યુવતીને હોસ્પિટલ લઈ જવા માટે જ્યારે મેડિકલ સર્વિસ પહોંચી તો તેને જોયુ કે યુવતીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. ડોક્ટરોએ તપાસ કરીને જાણ્યુ કે એ યુવતીને હાર્ટ એટેક આવ્યો છે. રિપોર્ટ મુજબ તેને જયારે હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી ત્યારે તેને રસ્તામાં દમ તોડ્યો.
પડોશીઓએ પોલીસને આપ્યુ નિવેદન
મહિલાના પતિનો દાવો છે કે એંબુલેંસને તેના ઘર સુધી પહોંચવામાં એક કલાકથી વધુનો સમય લાગ્યો. જો કે ઈમરજેંસી સર્વિસનુ કહેવુ છે કે પહેલી એબુલેંસ કેંસલ થઈ ગઈ જેના 21 મિનિટ પછી બીજી એંબુલેંસ પહોચી. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ કે મૃત યુવતીના શરીર પર કોઈ પણ પ્રકારના હિંસા કે ઘા ના નિશાન ન મળ્યા. તેનુ મોત દુર્ઘટનાવશ માનવામાં આવી રહ્યુ છે. પડોશીઓએ પોલીસને જણાવ્યુ કે તેમણે મહિલાના મોત પહેલા કોઈપણ પ્રકારનો અવાજ કે ચીસ સાંભળી નથી.
ગુરૂવારે થયા હતા લગ્ન
આ કપલનાં ગયા ગુરુવારે લગ્ન થયાં હતાં અને એ જ દિવસે દુલ્હનનું મોત નીપજ્યું. તે વ્યક્તિનું કહેવું છે કે પત્નીના મૃત્યુ પછી તે હવે આ શહેરમાં રહેશે કે નહીં તે અંગે તે કંશુ કહી શકશે નહીં.