પાકિસ્તાની સેનાના કાફલા પર બલૂચિસ્તાન લિબ્રેશન ફ્રંટનો ઘાતક હુમલો, મોટી સંખ્યામાં સૈનિકોના માર્યા જવાની આશંકા
બલૂચ સ્વાતંત્રતા સેનાનીઓએ પાકિસ્તાની સેનાના કાફલા પર મોટો હુમલો કર્યો છે. આ હુમલો રોકેટ અને અન્ય ઘાતક હથિયારોથી કરવામાં આવ્યો છે. ઘટના અવરાણ જિલ્લાના પારાંજર વિસ્તારની છે. આ સ્થળ બલુચિસ્તાન પ્રાંતમાં(Balochistan Province) આવેલું છે. એવી આશંકા છે કે મોટી સંખ્યામાં સૈનિકો મૃત્યુ પામ્યા છે. સ્થાનિક સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, IED હુમલામાં પાકિસ્તાન સેનાનું વાહન નાશ પામ્યું છે.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સેનાના વાહન પર પાકિસ્તાનનો ધ્વજ હતો. આ હુમલામાં બે લોકો મૃત્યુ પામ્યા છે અને પાંચ ઘાયલ થયા છે (Attack on Pak Army). માર્યા ગયેલા સૈનિકોમાં પાકિસ્તાન આર્મીના સૈનિક લાન્સ નાઇક મોહમ્મદ મુનીરનું નામ સામેલ છે. તેમજ બલૂચિસ્તાન લિબરેશન ફ્રન્ટ (BLF) એ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ મામલે BLF ના પ્રવક્તાનું કહેવું છે કે પાકિસ્તાની સેનાના 11 લોકો માર્યા ગયા છે.
કેમ કરવામાં આવ્યો હુમલો ?
પાકિસ્તાની સેના પર હુમલો એટલા માટે કરવામાં આવ્યો કારણ કે આ લોકો વિસ્તારમાં ઓપરેશન કરવા આવ્યા હતા. અત્યાર સુધીમાં કેટલા લોકોના મોત થયા છે, તે સ્પષ્ટપણે જાણી શકાયું નથી. આ મામલે પાકિસ્તાન સેના દ્વારા કોઈ નિવેદન રજુ કરવામાં આવ્યું નથી, ન તો હુમલા અથવા સૈનિકોના મૃત્યુની કોઈ પુષ્ટિ થઈ છે (Baloch Freedom Struggle).. જોકે પાકિસ્તાન આર્મી પર હંમેશા બલુચિસ્તાનના લોકો પર અત્યાચાર કરવાના અને જીવથી મારવાનો આરોપ હંમેશા લાગતો રહ્યો છે.