સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 17 ઑગસ્ટ 2021 (12:19 IST)

અફઘાનથી 150 ભારતીય જામનગર પહોંચ્યા- કાબુલથી 150થી વધુ ભારતીયોને રેસ્કયું કરી ભારત લવાયા

અફગાનિસ્તાનમાં તઆલિબાનનુ રાજ્ય કાયમ થયા પછી ત્યા ફસાયેલા ભારતીયોને મોટી રાહત મળી છે. કાબુલ એયરપોર્ટ પરથી કોમર્શિયલ ફ્લાઈટ્સ બંધ છે અને આ દરમિયાન ભારતીય દૂતાવાસના સ્ટાફ અને દેશના અન્ય લોકોને લાવવા માટે એયરફોર્સનુ વિમાન કાબુલ પહોંચુ છે. અફગાનિસ્તાને પોતાના એયરસ્પેસ બંધ નાગરિક વિમાનો માતે બંધ કરી દીધુ છે. પણ મિલિટ્રી વિમાનો દ્વારા હજુ પણ લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. જેના હેઠળ ભારતીય વાયુસેનાનુ વિમાન સોમવારે બપોરે કાબુલ પહોંચ્યુ. અમેરિકી સૈનિકોની તરફ થી અનેક દએશોના નાગરિકોમે અફગાનિસ્તાનથી પરત કાઢવામાં મદદ કરવામાં આવી રહી છે. 
 
જામનગર પહોંચ્યુ વાયુસેનાનું ગ્લોબમાસ્ટર
કાબુલથી 150થી વધુ ભારતીયોને રેસ્કયું કરી ભારત લવાયા  પહેલું એરક્રાફ્ટ જામનગર લેન્ડ થયું
 
કાબુલ પહોંચી ભારતીય વાયુસેનાનુ વિમાન પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાંથી પસાર થયા નહોતુ પણ ઈરાનના રસ્તે  થઈને કાબુલ પહોંચ્યુ. એક મહિના પહેલા જ્યારે ભારતીય વાયુસેનાનું વિમાન કંઘાર સ્થિત ભારતીય કૌસુલેટને અધિકારીઓને લઈને આવી રહ્યુ હતુ તો પાકિસ્તાને ફ્લાઈટને તેના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થવાની મંજુરી નહોતી આપી. કાબુલ એરપોર્ટ પર ભારે ભીડ એકઠી થઈ છે અને ભયનું વાતાવરણ છે. તમામ વિદેશી નાગરિકો સિવાય, મોટી સંખ્યામાં અફઘાનીઓ છે જેઓ પોતાનો દેશ છોડીને જવા માંગે છે. એરપોર્ટ પર ફાયરિંગ પણ થયું હતું અને તેમાં 5 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.