બુધવાર, 27 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By

9/11 Attack: 200 કિલોમીટરની ગતિથી વાવાઝોડાનો સામનો કરનાર વર્લ્ડ ટ્રેડ સેંટર આતંકી હુમલાનો સામનો કેમ ન કરી શક્યુ

9 11 attack
11 સપ્ટેમ્બર 2001 (9/11 terror Attack)ના રોજઅમેરિકા પર આતંકવાદી હુમલાને આજે 21 વર્ષ પૂરા થયા છે. આ એ આતંકવાદી હુમલો હતો જેણે માત્ર અમેરિકા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની સામે આતંકવાદનો એ ચેહરો બતાવ્યો જેની સામે એ સમયે ભારત લડી રહ્યુ હતુ.  50 વર્ષ પછી પણ અમેરિકા ભાગ્યે જ પોતાની એ પીડાને ભૂલી શકશે. . આ હુમલાઓમાં વિશેષ કરીને ન્યૂયોર્કમાં આવેલ વર્લ્ડ ટ્રેડ સેન્ટરને નિશાન બનાવવામાં આવ્યું હતું. આવો તમને બતાવીએ કે એવી તો શુ કમી રહી ગઈ હતી આ સુંદર બિલ્ડિંગમાં કે તે તૂટી પડી. 
 
એક પછી એક વિમાનોએ ટ્વીન ટાવર પર હુમલો કર્યો અને થોડાક જ કલાકોમાં બંને ટાવર ઢસડી પડ્યા. ન્યૂયોર્કના મેનહટ્ટનમાં આવેલ વર્લ્ડ ટ્રેડ સેન્ટર સાત બિલ્ડિંગનુ એક કોમ્પલેક્સ હતું, જેમાં મોટાભાગની ઓફિસ અને વ્યવસાયિક ઉપયોગ માટે હતી. વર્ષ 1970ની શરૂઆતમાં આ બિલ્ડિંગ્સનુ કામ પુર્ણ થયુ અને વર્ષ 1973માં તેને ખોલવામાં આવ્યુ. 1,300 ફૂટની ઊંચાઈવાળી આ ઈમારતો અમેરિકાની શાન બની ગઈ હતી. તેને વિશ્વની સૌથી ઊચી ઇમારત માનવામાં આવતી હતી.
 
જેટ ફ્યુલની ગરમી ન સહન કરી શકી બિલ્ડિંગ 
 
વર્ષ 1993માં પણ આતંકવાદીઓએ વર્લ્ડ ટ્રેડ સેન્ટરને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે અહીં અંડરગ્રાઉંડ ગેરેજમાં એક ટ્રક બોમ્બ પ્લાંટ કરવામાં આવ્યો હતો. જોરદાર બ્લાસ્ટમાં સાત માળને નુકશાન પહોંચ્યુ તુ. એ સમયે છ લોકોના મોત થયા અને લગભગ 1000 લોકો ઘાયલ થયા હતા, પણ બંને ટાવર્સને કશુ નહોતુ  થયુ.  એફબીઆઇને પાછળથી હુમલામાં સંડોવાયેલા સાત આતંકવાદીઓની ધરપકડ કરી હતી.
 
વર્લ્ડ ટ્રેડ સેન્ટર સ્ટીલમાંથી બનાવવામાં આવ્યું હતું. તેની ડિઝાઇન એવી હતી કે તે 200 માઇલ પ્રતિ કલાકની ઝડપે આવનારા વાવાઝાડોનો પણ તે સામનો કરી શકતી હતી. જો કોઈ મોટી આગની ઘટના બને તો પણ આ બિલ્ડિંગને કશુ ન થતુ. પણ આ બિલ્ડિંગ જેટ ફ્યુઅલની ગરમી સહન ન કરી શકી. જો કે કેટલાક લોકો આ માનવા તૈયાર નથી. 
 
આ ટ્વિન ટાવર પહેલા એવા સ્ક્રાઈસ્ક્રૈર્પ્સ હતા જેમા લોકલ અને એક્સપ્રેસ એલીવેટર્સ હતા. દરેક ટાવરમાં 99 એલીવેટર્સ જેમા ફ્રેટ, લોકલ અને હાઈ સ્પીડ એલીવેટર્સ સામેલ હતા. દરેક એલીવેટરમાં 10,000 પૌંડની મોટર લગાવેલ હતી. 
 
કહેવાય છે કે જે સમયે નોર્થ ટાવર પર હુમલો થયો, એ સમયે ભાગદોડ મચી હતી, લિફ્ટ માટે મચેલી ભાગદોડમાં લગભગ 200 લોકો માર્યા ગયા હતા, કેટલાક લોકો સાઉથ ટાવરમાં હતા અને જેવો જ બીજી ફ્લાઈટે હુમલો કર્યો, લોકો અંદર લિફ્ટમાં જ રહી ગયા. વીજળી કાપી નાખવામાં આવી હતી અને આ જ કારણે આ હુમલો વધુ ભયાનક થઈ ગયો હતો. 
 
અમેરિકાએ 9/11 ના હુમલા પછી શુ કર્યુ 
 
9/11 ના હુમલા બાદ અમેરિકાએ હોમલેંડ સિક્યોરિટી નામનુ એક ડિપાર્ટમેંટ બનાવ્યુ. આ ડિપાર્ટમેંટનુ કામ સિક્યોરિટી એજંસીઓ સાથે મળીને આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનુ છે.  આ ઉપરાંત એયરપોર્ટ પર મુસાફરોના સ્ક્રીનિંગ પ્રક્રિયાને વધારવામાં આવી અને દુનિયાના બાકી દેશો વચ્ચે ઈંટેલીજેંસ શેયરિંગને વધુ મજબૂત બનાવાઈ. 
 
જે સ્થાન પર વર્લ્ડ ટ્રેડ સેન્ટર હતું ત્યા નેશનલ સપ્ટેમ્બર 11 મેમોરિયલ અને મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત 1,776 ફૂટ ઊંચુ એક વર્લ્ડ ટ્રેડ સેન્ટર પણ ત્યા છે. આ સ્થળે કેટલીક વધુ ઇમારતો પણ બનશે. પેંટાગનમાં પણ એક મેમોરિયલ બનાવાયુ હતુ અને આ મેમોરિયલની અંદર એ પીડિતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે જે હુમલામાં માર્યા ગયા હતા.  આ ઉપરાંત પૈસિલવેનિયામાં પણ એક મેમોરિયલ આવેલુ છે.