હમાસના હુમલામાં 1008 ઇઝરાયલી નાગરિકોના મોત, જવાબી હુમલામાં ગાઝાના 830 લોકો માર્યા ગયા
ઇઝરાયલે લેબનોન સરહદ પર હમાસ તેમજ હિઝબુલ્લાહના ટાર્ગેટ પર હુમલો કરવાનું શરૂ કરી દીધું છે. ઇઝરાયેલની વાયુસેનાના જણાવ્યા અનુસાર, લગભગ એક ડઝન ફાઇટર જેટે ગાઝામાં હમાસની 70 જગ્યાઓને નિશાન બનાવી છે. આ ઠેકાણા દુર્જ તાપા વિસ્તારમાં છે. આ તે છે જ્યાં હમાસના મોટાભાગના કેન્દ્રો છે અને અહીંથી ઇઝરાયેલ વિરુદ્ધ હુમલાનું આયોજન કરવામાં આવે છે. પાંચ દિવસથી ચાલી રહેલા આ યુદ્ધમાં એક હજારથી વધુ ઈઝરાયેલના લોકો માર્યા ગયા છે, તો હમાસના 830 લોકોના મોતનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.
ઈઝરાયેલમાં 3400 લોકો, ગાઝામાં 4500થી વધુ ઘાયલ
માહિતી મળી છે કે એરફોર્સે ઈસ્લામિક જેહાદી આતંકવાદીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી ઈમારતને પણ તોડી પાડી છે. તેમજ ઈઝરાયેલ મીડિયાના હવાલાથી ને કહેવામાં આવી રહ્યું છે કે ઈઝરાયેલની સેના ગાઝામાં કોઈપણ સમયે મોટું ઓપરેશન શરૂ કરી શકે છે. પહેલેથી જ એક લાખથી વધુ સૈનિકોએ ગાઝા સરહદ સીલ કરી દીધી છે. ઈઝરાયેલમાં 3,400 થી વધુ લોકો ઘાયલ થયા છે, જ્યારે ગાઝા પટ્ટીમાં ઘાયલોની સંખ્યા 4,500 ને વટાવી ગઈ છે. આ સિવાય પશ્ચિમ કાંઠે 19 આતંકવાદીઓ માર્યા ગયા છે જ્યારે 110 લોકો ઘાયલ થયા છે. લેબનોન બોર્ડર પર હિઝબુલ્લાહના આતંકવાદીઓના મોતના અહેવાલો પણ છે. એકંદરે અત્યાર સુધીમાં 1900 થી વધુ લોકોના મોત થયા છે