ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 26 ડિસેમ્બર 2021 (17:31 IST)

10 વર્ષના બાળકનુ 200 કિલો વજન

જકાર્તા : વજન વધવું એ આજના સમયની સૌથી મોટી સમસ્યા છે. વધતી ઉંમર સાથે લગભગ દરેક વ્યક્તિ તેનો શિકાર બને છે. પરંતુ વિચારો કે જો બાળક નાની ઉંમરમાં ભારે વજનનો શિકાર બને છે તો તેના માટે અનેક સમસ્યાઓ સર્જાય છે. આમ તો જો બાળકો થોડા હેલ્ધી હોય તો તેમને ક્યૂટ (Cute)કહેવાય. પરંતુ જો આ વજન મર્યાદા કરતા વધી જાય તો તે ચિંતાનો વિષય બની જાય છે. આવો જ એક કિસ્સો ઈન્ડોનેશિયામાં(Indonesia)થી સામે આવ્યો છે જ્યાં એક નાનું બાળક પોતાના વજનના કારણે ચર્ચામાં છે. 
 
ઇન્ડોનેશિયાના પશ્ચિમ જાવાના એક નાનકડા ગામડાના એક કિશોર 5 વર્ષ પહેલાં ચર્ચામાં આવ્યો હતો, જ્યારે તેનું વજન 9 વર્ષની ઉંમરે 280 પાઉન્ડ (127 કિલો) કરતાં વધુ હતું. આર્ય પરમાના નામના આ બાળકે 14 વર્ષની ઉંમરે અતુલ્ય 30 ની યાદીમાં હવે 13મું સ્થાન મેળવ્યું છે. અત્યારે આ કિશોરનું વજન 82 કિલો છે. તમને જણાવી દઈએ કે આ કિશોરના વધતા વજનને કારણે 11 વર્ષની ઉંમરે તે આ જ લિસ્ટમાં ત્રીજા સ્થાને હતો. તે સમયે તેનું વજન 191 કિલો હતું. આર્યનું શરીર એવું હતું કે થોડા ડગલાં ચાલે તો શ્વાસ લેવા ચઢી જાય. તેથી જ તે શાળાએ જઈ શક્યો ન હતો. કિશોરના પરિવારજનોને એવા કપડા નહોતા મળ્યા જે તેના શરીરને ઢાંકી શકે. તે આ દરમિયાન દિવસભર જંક ફૂડ અને ઇન્સ્ટન્ટ નૂડલ્સ ખાતો હતો, જેના કારણે તેના શરીરનો આકાર આવો થઈ ગયો હતો.