ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : રવિવાર, 14 એપ્રિલ 2024 (08:51 IST)

Gujarati Health Tips - રોજ ખાલી પેટ ખાવ ફકત 2 લસણની કળી, બીમારીઓ થશે છૂમંતર

દાળ  અને શાકભાજીમાં લસણનો વધાર આપવાથી તેનો સ્વાદ ચાર ગણો વધી જાય છે. કોઈપણ ખોરાકને સ્વાદિષ્ટ બનાવવા માટે તેનો સાધારણ  સ્વાદ  પૂરતો છે. પરંતુ શું તમે જાણો છો કે લસણ ન માત્ર તમારા ભોજનનો સ્વાદ વધારે છે પરંતુ તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે. તેની માત્ર બે કળીઓ આપણા શરીરને અનેક રોગોના અટેકથી બચાવી શકે છે. જો તમે ખાલી પેટ તેની બે કળીઓનું સેવન કરો છો, તો તે આપણા શરીર માટે કોઈ અમૃતથી કમ નથી. આયુર્વેદમાં લસણને ગુણોની ખાણ તરીકે ઓળખાવ્યું છે. એના મુજબ તેનું સેવન કરવાથી તમે સદા તનથી યુવાન રહેશો. આ સાથે તે તમને ઘણી બીમારીઓથી પણ બચાવે છે.
 
દાંતના દુખાવાથી અપાવશે છુટકારો  -  જો તમને દરરોજ દાંતમાં દુખાવો અને પરેશાની થતી હોય તો લસણની એક કળી જ તેની અસર બતાવી શકે છે. લસણમાં એન્ટીબેક્ટેરિયલ અને દર્દ નિવારક ગુણ જોવા મળે છે, જે દાંતના દુ:ખાવામાં રાહત આપે છે. આ માટે તેની એક કળીને વાટીને દાંતના દુખાવાની જગ્યાએ લગાવો.
 
ભૂખ વધારે -  જો તમને ભૂખ ઓછી લાગે છે તો લસણનું સેવન તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તે તમારા પાચનતંત્રને ઠીક કરે છે, જેનાથી તમારી ભૂખ પણ વધે છે. છે. ક્યારેક તમારા પેટમાં એસિડ બનવા લાગે છે, પરંતુ તેનું સેવન કરવાથી તે પેટમાં એસિડ બનવાથી રોકે છે. જેના કારણે તમને તણાવમાંથી પણ રાહત મળે છે.
 
દિલને રાખે સ્વસ્થ  -  ધમનીઓ ક્યારેક તેની લચક ગુમાવે છે, તો લસણ તેને લચીલા  બનાવવામાં ઘણી મદદ કરે છે. તે ફ્રી ઓક્સિજન રેડિકલથી દિલને બચાવવામાં પણ મદદ કરે છે. સલ્ફર યોગિક બ્લડ-સેલ્સને બંધ થતા અટકાવે છે.
 
પેટ સંબંધિત સમસ્યાઓ કરે દૂર-  પેટ સંબંધિત સમસ્યાઓ માટે લસણ ખૂબ જ ફાયદાકારક છે. તેમજ તેનું સેવન કરવાથી તમારા પેટમાં રહેલા ઝેરી તત્વોનો પણ નાશ થાય છે.