Uric Acid: યૂરિક એસિડને કંટ્રોલ કરવામાં આદુનુ જ્યુસ છે રામબાણ ઈલાજ, આ શાકભાજીના જ્યુસ પણ અસરકારક
Uric Acid: આજકાલની ફાસ્ટ ફોરવર્ડ લાઈફમાં લોકો અનેક પ્રકારની બીમારીઓથી પરેશાન છે. જેને કારણે અનેક ગંભીર સમસ્યાનો સામનો કરવો પડે છે. તેમાથી એક છે યૂરિક એસિડ, તેમા કિડનીથી લઈને, લીવર અને હાડકા પણ કમજોર થવા માંડે છે. યૂરિક એસિડના કારણે અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થવાના સંકટ થવાનો ખતરો વધી શકે છે. આજકાલ આ કોઈપણ વયના લોકોના હોઈ શકે છે. અનહેલ્ધી ખાનપાન અને લાઈફસ્ટાઈલના કારણે આ સમસ્યા વધતી જઈ રહી છે. જ્યારે કિડની કોઈપણ વેસ્ટ પ્રોડક્ટને ફિલ્ટર કરી શકતો નથી. તો શરીરમાં યૂરિક એસિડની માત્રા વધી જાય છે. યૂરિક એસિડ વધી જવાથી ગાઉટની સમસ્યા થઈ જાય છે. જેને કારણે સાંધામાં દુખાવો અને સોજો આવવા માંડે છે. આવામાં આ ગંભીર પરિસ્થિતિને કંટ્રોલ કરવા માટે તમે જ્યુસ પી શકો છો. આવો જાણીએ કયા કયા જ્યુસ યૂરિક એસિડથી છુટકારો અપાવવામાં મદદ કરશે.
ગ્રીન ટી નુ કરો સેવન
ગ્રીન ટી નો ઉપયોગ બોડી માટે ખૂબ લાભકારી માનવામાં આવે છે. પણ શુ તમે જાણો છો ગ્રીન ટી નુ સેવન કરવાથી યૂરિક એસિડને પણ કંટ્રોલ કરી શકાય છે. જો તમે રોજ એક કપ ગ્રીન ટી નુ સેવન કરો છો તો તેનાથી યૂરિક એસિડ થોડાક જ દિવસોમાં કંટ્રોલ થઈ જાય છે.
કાકડીના જ્યુસને કહો હેલો
કાકડીના જ્યુસનુ સેવન કરવાથી યૂરિક એસિડને કંટ્રોલ કરી શકાય છે. કારણ કે કાકડીના જ્યુસમાં પ્રચુર માત્રામાં પોટેશિયમ અને ફોસ્ફોરસ જોવા મળે છે. જે કિડનીને ડિટોક્સ કરવાનુ કામ કરે છે. તેથી જો તમે કાકડીના જ્યુસનુ સેવન કરો છો તો તેનાથી યૂરિક એસિડ કંટ્રોલ થઈ જાય છે. જેનાથી તે યૂરિક એસિડને શરીરમાંથી ફિલ્ટર કરી શકે છે. સાથે જ તેના લક્ષણોને પણ કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
આદુની કડવાશને ભૂલી જાવ
આદુના જ્યુસમાં એંટીસેપ્ટિક અને એંટી-ઈંફ્લેમેટ્રી ગુણ જોવા મળે છે. જે શરીરના સોજાને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત આ શરીરમાં યૂરિક એસિડને પણ વધતા રોકે છે અને તેના લક્ષણોને ઓછા કરે છે.
લીંબૂ પાણીનુ મહત્વ સમજો
લીંબુ પાણી પીવાથી શરીરમાં વધેલા યૂરિક એસિડની માત્રા કંટ્રોલ થઈ જાય છે. લીંબુ એંટીઓક્સીડેંટ ગુણોથી ભરપૂર હોય છે. તેથી જો તમે લીંબૂ પાણીનુ સેવન કરો છો તો યૂરિક એસિડના ક્રિસટલ્સ ટૂટીને પાણી બની જાય છે. જેનાથી યૂરિક એસિડનુ સ્તર ઓછુ થાય છે.
ગાજરનુ જ્યુસ
યૂરિક એસિડ ને કંટ્રોલ કરવામાં ગાજરનુ જ્યુસ ખૂબ લાભકારી માનવામાં આવે છે. ગાજરના જ્યુસમાં ફાઈબર, વિટામિન એ અને એંટીઓક્સીડેંટ હોય છે જે યૂરિક એસિડ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ સાથે જ આ શરીરના ફ્રી રેડિકલ્સને કંટ્રોલ કરે છે. તેથી જો તમે ગાજરનુ જ્યુસ પીવો છો તો તેનાથી શરીરમાં વધેલુ યૂરિક એસિડ કંટ્રોલ થઈ જાય છે.
દૂધી એક ફાયદા અનેક
દૂધીનુ જ્યુસ પણ યૂરિક એસિડને કંટ્રોલ કરવામાં ખૂબ લાભકારી માનવામાં આવે છે. જો કોઈના શરીરમાં યૂરિક એસિડની માત્રા ખૂબ વધી ગઈ છે તો તેને દૂધીના જ્યુસનુ સેવન કરવુ જોઈએ. દૂધીનુ જ્યુસ પેટની સમસ્યાથી મુક્તિ અપાવવામાં મદદ કરે છે.