ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 17 નવેમ્બર 2023 (10:24 IST)

હાઈ કોલેસ્ટ્રોલ લોહીને બનાવી દે છે ઘટ્ટ અને ચિકણુ, આ અંકુરિત અનાજ ધમનીઓમાંથી બહાર કાઢશે ગંદકી

Sprouted moong
Sprouted moong
 
હાઈ કોલેસ્ટ્રોલમાં અંકુરિત મગ - તમે જે ખાવ છો તેમાંથી નીકળનારા કણોને શરીર પચાવવામાં લાગી જાય છે. પણ જ્યારે તમે ફૈટથી ભરપૂર વસ્તુઓનુ વધુ સેવન કરો છો તો તેમાથી નીકળનારા બેડ ફેડ અને ટ્રાઈગ્લિસરાઈડ ધમનીઓમાં જઈને ચોંટવા માંડે છે અને લોહીના રસ્તા રોકવા માંડે છે. તેનાથી બ્લોકેજનો ખતરો ઝડપથી વધી જાય છે અને દિલ પર બ્લડને પંપ કરવાનુ પ્રેશર વધે છે. આવી સ્થિતિમાં અંકુરિત મગનુ સેવન લાભકારી (Sprouted moong for high cholesterol) થઈ શકે છે. કેમ અને કેવી રીતે આવો જાણીએ તેના વિશે...  
 
હાઈ કોલેસ્ટ્રોલમાં અંકુરિત મગ ખાવાના ફાયદા  - Sprouted moong for high cholesterol in gujarati 
અંકુરિત મગને ખાવા હાઈ કોલેસ્ટ્રોલમાં તેથી લાભકારી છે કારણ કે મગ ફાઈબર અને રફેજથી ભરપૂર હોય છે અને ધમનીઓમાં બ્લોકેજનુ કારણ બને છે. આ ઉપરાંત અંકુરિત મગમાં કેટલાક એવા ક્લીનજિંગ એજંટ હોય છે જે ધમનીઓને સાફ કરે છે. ફાઈબર જે એક સ્ક્રબની જેમ કામ કરે છે. ધમનીઓમાં જમા ગંદકીને ફ્લશ આઉટ કરવામાં મદદ કરે છે. 
 
દિલ માટે લાભકારી છે અંકુરિત મગ 
 
ફણગાવેલા મગમાં વિટામિન A સારી માત્રામાં હોય છે. આ સિવાય તેમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જે રક્તવાહિનીઓને ખોલે છે અને રક્ત પરિભ્રમણને સુધારે છે. તેનાથી બીપી કંટ્રોલમાં રહે છે અને હૃદયની બીમારીઓનું જોખમ ઓછું થાય છે. આ રીતે ફણગાવેલો મૂંગ ધમનીઓ માટે ફાયદાકારક છે.
 
હાઈ કોલેસ્ટ્રોલમાં અંકુરિત મગ કેવી રીતે ખાવા જોઈએ 
હાઈ કોલેસ્ટ્રોલમાં અંકુરિત મગ તમે અનેક રીતે ખાઈ શકો છો. તમારે આટલુ કરવાનુ છે કે મગ પર મીઠુ નાખો અને ડુંગળી અને ટામેટા મિક્સ કરીને તેને ખાવ. તમે અંકુરિત મગનુ સૂપ પણ બનાવીને પી શકો છો. તો હવે હાઈ કોલેસ્ટ્રોલના દર્દી આજથી જ અંકુરિત મગ ખાવા શરૂ કરી દે પછી તેના ફાયદા જુઓ.