શ્રાવણનો પવિત્ર મહીના શરૂ થઈ ગયો છે. આ દરમિયાન શિવજીની પૂજા કરવાની સાથે વ્રત પણ રાખે છે. વ્રતમાં સફેદ મીઠું, લસણ, ડુંગળી વગેરે વસ્તુઓ ખાવાથી પરહેજ રખાય છે. પણ વ્રત દરમિયાન ઈમ્યુનિટી
નબળા થવાની સૌથી વધારે પરેશાની રહે છે. તેથી તમે તમારી ડાઈટમાં કેટલીક ઈમ્યુનિટી બૂસ્ટ વસ્તુઓ શામેલ કરી શકે છે. ચાલો જાણીએ વ્રત દરમિયાન ખાવાની ઈમ્યુનુટી બૂસ્ટ ફૂડસ
ડ્રાઈ ફ્રૂટસ
વ્રત દરમિયાન શરીરમાં નબળાઈ અને થાકથી બચવા માટે તમે ડ્રાઈ ફ્રૂટસનો સેવન કરી શકો છો. અખરોટ કિશમિશ બદામ કાજૂ વગેરે સૂકા મેવામાં પોષક તત્વ, એંટી ઑક્સીડેંટસ ગુણ હોય છે. તેથી તેનો સેવન
કરવાત્ગી ઈમ્યુનિટી વધારવામાં મદદ મળે છે. તેમાં ફાઈબર વધારે હોવાથી લાંબા સમય સુધી ભૂખ શાંત રહે છે. તમે તેને શેકીને, દૂધ, ખીર કે શીરામાં મિક્સકરી ખાઈ શકે છે.
મોરૈયો
શ્રાવણમાં મૌરેયા અને તેનાથી બનેલી બીજી વસ્તુઓનો સેવન પણ કરી શકાય છે. તેનાથી શરીરની ડિટૉક્સિફિકેશન પ્રક્રિયા તીવ્ર હોય છે. પાચન તંત્ર સારું થવામાં મદદ મળે છે. થાક, નબળાઈ દૂર્વ થઈ દિવસભર
એનર્જેટિક લાગે છે . તેથી તમે વ્રત દરમિયાન તેનો સેવન કરી શકો છો.
મખાણા
મખાણા પોષક તત્વ એંટી ઑક્સીડેંટ્સ ગુણોથી ભરપૂર હોય છે. સાથે જ આ જીરો કેલોરી વાળા સુપરફૂડ ગણાય છે. તેના સેવનથી લોહીમાં રહેલ વિષાક્ત પદાર્થ ડિટૉક્સીફાઈ હોય છે. તમે તેને સ્નેક્સના રૂપમાં પણ
શકીને ખાઈ શકો છો. તે સિવાય તેની ખિચડી અને ખીર બનાવીને સેવન કરાઈ શકે છે.
સિંઘાડાનો લોટ
સિંઘાડાના લોટમાં વિટામિન એ, બી, સી, એ, આયરન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ વગેરે પોષક તત્વ હોય છે. તેને ખાસ કરીને વ્રતમાં ખાઈએ છે. આયુર્વેદ મુજબ તેને ખાવાથી શરીરને બધા જરૂરી તત્વ સરળતાથી
મળી જાય છે. સાથે જ સારું શારીરિક વિકાસ થવામાં મદદ મળે છે. તમે શ્રાવણમાં સિંઘાડાન લોટથી રોટલી, શીરો કે તમારી કોઈ મનપસંદ ડિશ બનાવીને ખાઈ શકો છો.
મોસમી ફળ
વ્રત દરમિયાન મોસમી ફળ ખાવુ ફાયદાકારી હોય છે. તેનાથી આરોગ્ય દુરૂસ્ત રહેવાની સાથે લાંબા સમય સુધી ભૂખ શાંત રહે છે. તમે વ્રતમાં ફળોના જ્યુસ બનાવીને પણ પીવી શકો છો.
બિલ્વપત્ર
બિલ્વપત્ર ભગવાન શિવની પ્રિય વસ્તુઓમાં એક ગણાય છે. તેથી લોકો શિવજીની કૃપા મેળવવા માટે શ્રાવણના મહિનામાં શિવલિંગ પર બિલ્વ પત્ર જરૂર ચઢાવે છે. પણ તેમાં રહેલ પૉષક ત5અત્વ આરોગ્યને દુરૂસ્ત
રાખવામાં મદદ કરે છે. વ્રત દરમિયાન તેનો જ્યુસ પીવાથી પાચન તંત્ર સારું રહે છે. તેની સાથે જ તેનાથી ઈમ્યુનિટી તીવ્ર થવામાં મદદ મળે છે. તેથી થાક, નબળાઈ દૂર થઈને દિવસબર એનર્જેટિક લાગે છે.